🔥 TRENDING Historic Church in Rajnandgaon Razed A... अररिया के फारबिसगंज में 32 वर्षीय मनीष... Amritpal Singh Seen as Spoiler Who May... Enforcement Directorate raids Forest H... Punjab’s Fish Production Surges to 2.1... Mother and 1-Year-Old Daughter Found D...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહેસાણા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 22 Nov 2026, 12:40 AM 👁 59
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લા કલેક્ટર ડૉ. હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને વિવિધ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા અધિકારીઓને માર્ગદર્શન આપતા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ..

મહેસાણામાં-:
કલેક્ટર ડૉકટર હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ,જેમાં વિવિધ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ દ્વારા ગવાડા થી મહાદેવપુરા ગામમાં મુખ્ય રસ્તા પર રેલવે વિભાગ દ્વારા અંડરપાસની દિવાલ નિર્માણથી જનતા ને થતા અવરજવર અંગે ફરિયાદ રજૂ કરવામાં આવી..

રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકએ દરેક ગ્રામ પંચાયતમાં બ્લેકબોર્ડ મૂકવા, સરકારી યોજનાઓની જાણકારી માટે અને મહિલા ડ્રાઇવિંગ સ્કૂલ શરૂ કરવા માટે સૂચન આપ્યું.પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્યો દ્વારા હડોલ જાગીરી વહેંચણી,VB-GRAM-G યોજના, અને વિજાપુર તાલુકાના પ્રાથમિક અને પેટા આરોગ્ય કેન્દ્રો માટે જમીન માપણી,રિસર્વે જેવા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા.જિલ્લા કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને નાગરિક અધિકાર પત્રો,ખાતાકીય તપાસ,સરકારી નાણાંની વસૂલાત,ઓડીટ પેરા,પેન્શન કેસો સહિત વિવિધ મુદ્દાઓનું તાત્કાલિક નિકાલ કરવા સૂચનાઓ આપી.
📲Get App