🔥 TRENDING Sohail Khan Wins Three Golds, Extends... मुरादाबाद के हरथला में समाजवादी नेता म... Delhi HC Rejects Plea on Alleged Force... અમરેલી જિલ્લામાં ૩૦ નવેમ્બરથી ધો. ૧૦ અ... Court Rules Mother's Work Travel Canno... MP Amritpal Singh reaches ancestral vi...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ઝાલોદમાં વિશ્વ એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહ ઉજવાયો

✍️ Reporter: Pankaj Pandit 🗓 21 Nov 2026, 09:45 AM 👁 41
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ઝાલોદમાં અધિક્ષક ડૉ પ્રતિમા મહેતા અને ફાર્માસિસ્ટ શ્રી ભાવેશ નાયકની માર્ગદર્શનમાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ જાગૃતિ માટે ફાર્મસી ઓડિટ અને શેડ્યુલ H/H1 દાવાઓ અંગે જાગૃતિ સત્ર યોજાયો.

સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ (SDH) ઝાલોદમાં વિશ્વ એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં અધિક્ષક ડૉ પ્રતિમા મહેતાની માર્ગદર્શન હેઠળ ફાર્માસિસ્ટ શ્રી ભાવેશ નાયક દ્વારા NQAS ચેકલિસ્ટ મુજબ પ્રિસ્ક્રિપ્શન અને ફાર્મસી ઓડિટ હાથ ધરવામાં આવ્યો.

ફાર્મસી કાઉન્ટર પર દવા લેવા આવતા તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને એન્ટિબાયોટિકસનો ડૉક્ટર દ્વારા નિર્ધારિત કૉર્સ યોગ્ય રીતે અને સમયસર પૂર્ણ કરવા માટે સમજણ આપવામાં આવી. આ સાથે ફાર્માસિસ્ટ દ્વારા ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર તથા કેમિસ્ટ એસોસિએશનના સંકલનથી શેડ્યુલ H અને H1 દાવાઓના યોગ્ય વેચાણ, પ્રિસ્ક્રિપ્શનની આવશ્યકતા અને નિયમો અંગે જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ દ્વારા એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ અટકાવવાની જવાબદારી માત્ર આરોગ્ય તંત્રની જ નહીં, પરંતુ સમગ્ર સમાજની સહિયારી જવાબદારી છે તે પર ભાર મૂકવામાં આવ્યો. સૌના સંયુક્ત પ્રયાસોથી જ દવાઓની અસરકારકતા જાળવીને ભાવિ પેઢીને સુરક્ષિત રાખી શકાશે.
📲Get App