Crime
છતડીયા ગામે વૃદ્ધ પર હુમલો: જૂની અદાવતમાં જાનથી મારી નાખવાની ધમકી
Watch on:
▶️ YouTube
રાજુલા તાલુકાના છતડીયા ગામે જૂની બોલાચાલીનું મનદુઃખ રાખી 70 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરી મારી નાખવાની ધમકી અપાઈ હોવાની ઘટના સામે આવી છે. આ અંગે રાજુલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
રાજુલા તાલુકાના છતડીયા ગામે જૂની બોલાચાલીનું મનદુઃખ રાખી એક વૃદ્ધ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાની ઘટના બની છે. આ અંગે રાજુલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, છતડીયા પ્લોટ વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા 70 વર્ષીય વૃદ્ધ પર આ હુમલો થયો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, લગભગ એકાદ વર્ષ પહેલાં થયેલી બોલાચાલીમાં ટપકો આપ્યાનું મનદુઃખ રાખી આરોપીએ સવારે વડલા નીચે બેઠેલા ફરિયાદી અને સાહેદને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આરોપીએ પોતાની કાર ફરિયાદી તરફ હંકારી હતી અને આ અંગે પૂછતાં ઉશ્કેરાઈને પથ્થરનો ઘા કર્યો હતો. જોકે, આ પથ્થર ફરિયાદીને વાગ્યો ન હતો. ત્યારબાદ આરોપીએ પગથી પાટુ મારી વૃદ્ધને નીચે પાડી દીધા હતા.
આ બનાવ અંગે રાજુલા પોલીસ મથકે ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.