🔥 TRENDING NMC Raises Appeal Fees for Medical Col... Rajasthan HC Upholds Regularisation of... गयाजी में महादलित के हक कि आवाज बुलंद Jammu & Kashmir Police Warn Public Abo... Cyrus Broacha hugs Farah Khan’s cook D... Jammu & Kashmir Government Promotes Se...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઇડરના સુરપુર ગામમાં દીપડાનો આતંક સમાપ્ત,વન વિભાગે પાંજરામાં કેદ કર્યો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 21 Nov 2026, 09:59 AM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઇડરના સુરપુર ગામ અને આસપાસના સીમ વિસ્તારમાં દીપડાની અવરજવરને કારણે ખેડૂતોમાં ભય ફેલાયો હતો, પરંતુ વન વિભાગની કામગીરીથી દીપડો પાંજરામાં કેદ થયો અને ગ્રામજનોને રાહત મળી..

સાબરકાંઠાના-:
ઇડરના સુરપુર ગામ અને આસપાસના સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની અવરજવરથી ખેડૂતોમાં ભયનો માહોલ હતો.ઇડર ફોરેસ્ટ વિભાગની સફળ કામગીરીથી ગ્રામજનોમાં રાહત મળી..

સુરપુર ગામ અને આસપાસના સીમ વિસ્તારમાં દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પુરાઈ ગયો છે.ગ્રામજનોની રજૂઆતને ગંભીરતાથી લઈ ઇડર ફોરેસ્ટ અધિકારી અને તેમની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી..

દીપડાના પગલાં અને અવરજવરને ટ્રેસ કરીને પાંજરું ગોઠવ્યું.વન વિભાગની વ્યૂહરચના સફળ રહી અને દીપડો પાંજરામાં કેદ થઈ ગયો.ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટી પડ્યા અને વન વિભાગની કામગીરી માટે આભાર વ્યક્ત કર્યો.
📲Get App