🔥 TRENDING करौली में पुलिस ने निर्धन परिवार की बे... India Today flags ‘dark warning’ for G... Delhi Committee Member Presents Clarif... Siwan Bus Crash Claims Life of 55-Year... 22 नवंबर को पल्स पोलियो दिवस, बच्चों क... PM Modi credits Nitish Kumar’s blessin...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા હિંમતનગરમાં ૩૧૫ દિવસની સજા પામેલ આરોપી પકડાયો,પોલીસની પ્રશંસનીય કામગીરી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 21 Nov 2026, 06:43 PM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર વિભાગીય પોલીસ દ્વારા મસઉદભાઈ અબ્દુલભાઇ વિજાપુરાને ત્રણ કેસમાં કુલ ૩૧૫ દિવસની સજા સાથે જેલ મોકલવામાં આવ્યો..

સાબરકાંઠામાં-:
હિંમતનગરમાં હિંમતનગર વિભાગીય પોલીસ દ્વારા મસઉદભાઈ અબ્દુલભાઇ વિજાપુરાને પકડવામાં આવ્યા,જે ત્રણ કેસમાં કુલ ૩૧૫ દિવસની સાદી કેદની સજા પામેલ છે.આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહીલની સૂચના હેઠળ ઇન્ચાર્જ હિંમતનગર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક ડૉકટર કુલદીપકુમારની માર્ગદર્શન હેઠળ કરવામાં આવી..

નામદાર ફેમિલી કોર્ટ હિંમતનગરમાં સીએસ નંબર 149/2025,411/2024 અને 54/2024 માં ૧૦૫ દિવસની સાદી કેદની સજા મળેલી કુલ ૩૧૫ દિવસની સજા સાથે આરોપીને હિંમતનગર જેલ મોકલવામાં આવ્યો.આ સફળ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુન વી જોષી,પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે સી બ્રહ્મભટ્ટ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ લાભુભાઈ મીઠાભાઈ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કુબેરસિંહ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અભિષેક મહીજીભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.આ ઘટનાએ હિંમતનગર બી. ડિવિઝન પોલીસની સક્રિયતા અને કાયદા અમલીકરણમાં કાર્યક્ષમતાનું ઉદાહરણ આપ્યું.
📲Get App