🔥 ट्रेंडिंग जिरकपुर में पुलिस ने हत्या के आरोपी को... श्योपुर में अवैध रेत रोकने पर वनरक्षक... शिवपुरी में एंबुलेंस के इंतजार में मां... मंत्री सोमेन्द्र तोमर ने योगी आदित्यना... प्रधानमंत्री मोदी ने बिहार में ₹34,470... विकास सेठी ने चुनी Vesuvius India Ltd...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગિરનારની પરિક્રમામાં આરોગ્ય તંત્રની સંવેદનશીલતા અને સમયસૂચકતા: અમદાવાદની સગર્ભા મહિલાની સફળ પ્રસૂતિ

✍️ रिपोर्टर: SUDIP GADHIYA 🗓 20 नव. 2026, 06:12 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગિરનારની પરિક્રમામાં આરોગ્ય તંત્રની સંવેદનશીલતા અને સમયસૂચકતા: અમદાવાદની સગર્ભા મહિલાની સફળ પ્રસૂતિ

સરકડિયા હનુમાન મંદિર પાસે પ્રસૂતિની પીડા ઉપડતાં આરોગ્ય ટીમે ત્વરિત સારવાર પૂરી પાડી

મેંદપરા PHC અને ભેંસાણ CHC બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કરાવાઈ સફળ નોર્મલ પ્રસૂતિ; માતા અને નવજાત શિશુ બંને સંપૂર્ણ સ્વસ્થ
જૂનાગઢ, તા. ૨૦:
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં ઉમટી પડેલા લાખો ભાવિકોની સુરક્ષા અને આરોગ્યની જાળવણી માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમો સતત ખડેપગે સેવા આપી રહી છે. પરિક્રમા દરમિયાન આરોગ્ય તંત્રની ત્વરિત અને સંવેદનશીલ કામગીરીનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં જંગલ વિસ્તારમાં પ્રસૂતિની પીડા ઉપડતાં એક સગર્ભા મહિલાને સમયસર તબીબી સહાય પૂરી પાડી સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ગિરનારની લીલી પરિક્રમા કરવા આવેલી ૨૪ વર્ષીય નવ માસની સગર્ભા મહિલાને પરિક્રમા રૂટ પર આવેલા સરકડિયા હનુમાન મંદિર નજીક અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને સ્થળ પર તૈનાત જૂનાગઢ આરોગ્ય વિભાગની ટીમે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.
મહિલા અને બાળકને કોઈ જોખમ ન રહે તે માટે મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ની એમ્બ્યુલન્સ મારફતે સગર્ભા મહિલાને તુરંત જ ભેંસાણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સઘન સારવાર અર્થે તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે તબીબોની સઘન દેખરેખ હેઠળ આજરોજ વહેલી સવારે મહિલાની સફળ નોર્મલ પ્રસૂતિ થઈ હતી. હાલ માતા અને નવજાત શિશુ બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. જંગલ જેવા દુર્ગમ વિસ્તારમાં પણ જૂનાગઢ આરોગ્ય તંત્રની આ ત્વરિત, સતર્ક અને માનવીય કામગીરીને ભાવિકો તથા પરિવારજનો દ્વારા બિરદાવવામાં આવી હતી.
📲Get App