🔥 TRENDING ସ୍ଥଳଭାଗ ଅତିକ୍ରମ କଲା ‘ଅକ୍ୱାନ’, ଗଞ୍ଜାମ ବ... राजकीय महाविद्यालय मुण्डावर में नशा मु... ବାତ୍ୟା ପାଇଁ ୩ ଲକ୍ଷ ୭୨ ହଜାର ଲୋକଙ୍କୁ ସ୍ଥ... Dibrugarh Youth Succumbs to Injuries A... Kashmir Sees Surge in Tourist Arrivals... School Bus Hits Electric Pole in Centr...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી સાવરકુંડલા રોડ પર ગોખરવાળા ગામ ગમખ્વાર અકસ્માત આ અકસ્માત માં ચાર વ્યક્તિઓ નાં મોત અનેક મુસાફરો ઇજાગ્રસ્ત

✍️ Reporter: Samir khokhar vijapadi.amreli 🗓 20 Nov 2026, 01:32 PM 👁 35
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી સાવરકુંડલા રોડ પર ગોખરવાળા ગામ સર્જાયો અકસ્માત આ અકસ્માત માં ચાર વ્યક્તિઓ નાં ધટના સ્થળે મોત અનેક મુસાફરો ગંભીર ઇજાગ્રસ્ત તમામ ઇજાગ્રસ્ત મુસાફરો નેં અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

*અમરેલી....*

ગોખરવાળા નજીક એસ.ટી. બસનો ગમખ્વાર અકસ્માત: 4 લોકોનાં મોત, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

અમરેલી-સાવરકુંડલા હાઈવે પર ગોખરવાળા નજીક એસ.ટી. બસને નડેલા ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોનાં કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

અકસમાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક આગેવાનો અને સેવાભાવી લોકો તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. તેમણે ઈમરજન્સી વોર્ડમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લઈ ખબરઅંતર પૂછ્યા હતા. તેમજ હોસ્પિટલના તબીબો અને અધિકારીઓ સાથે ચર્ચા કરી તમામ ઈજાગ્રસ્તોને સમયસર અને યોગ્ય સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

આ દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી દુઃખની આ ઘડીમાં તેમને સાંત્વના પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, કાર્યકરો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર: સમીર ખોખર વિજપડી અમરેલી..
📲Get App