🔥 TRENDING तिफरा रोड पर लाइव अपडेट Two Deaths After Promise of Permanent... Madhya Pradesh viral video questions p... आंगनवाड़ी कार्यकर्ता ने कलेक्टर के कार... पेंड्रा में नौ दिवसीय प्रशिक्षण शिविर,... Delhi Police Bust Fake Loan Call Centr...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સિવિલ હોસ્પિટલ હિંમતનગરમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર તંત્રનો પ્રહાર

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 19 Nov 2026, 07:22 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ગેરકાયદેસર રીતે પાર્ક અને દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપે છે, જેના પર તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

સાબરકાંઠાના-:
હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે પાર્ક કરીને ઊભી રહે છે અને રાત્રિના સમયે ડ્રાઇવરો ઇમરજન્સી વોર્ડમાં ફરીને દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપે છે. આ પ્રવૃત્તિ સુરક્ષા અને વહીવટીતંત્રની હાજરી હોવા છતાં ચાલુ છે.આ પ્રકારની દલાલી BNS કલમ 329 (IPC 447), કલમ 318 (IPC 420) અને MV Act કલમ 122, 127 અને 192A હેઠળ ગુનાહિત ગણાય છે.તંત્રને આ કાયદાઓ હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે..

ગેરકાયદેસર પાર્ક કરેલી એમ્બ્યુલન્સ જપ્ત કરી RTO દ્વારા પરમીટ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.દર્દીઓને સુરક્ષિત અને પારદર્શક સેવા આપવા માટે સરકારી હોસ્પિટલની જવાબદારી વધુ મજબૂત કરવામાં આવશે.આ પ્રકારની દલાલીથી બચવા માટે જનતા સાવધાન રહે. સહાય અને ફરિયાદ માટે કુમાર એમ ભાટ ઉપપ્રમુખ સાબરકાંઠા સિવિલ કોંગ્રેસ હેલ્થ કમિટી સંપર્ક કરો.
📲Get App