🔥 TRENDING ઉત્સવ ઉજવ્યો ઉમંગથી, હવે સ્વચ્છતા જાળવ... ઉત્સવ ઉજવ્યો ઉમંગથી, હવે સ્વચ્છતા જાળવ... ઉત્સવ ઉજવ્યો ઉમંગથી, હવે સ્વચ્છતા જાળવ... 2035 ਤੱਕ ਈਸਾਈਆਂ ਨੂੰ ਪਿੱਛੇ ਛੱਡ ਦੁਨੀਆ ਦਾ... ઉત્સવ ઉજવ્યો ઉમંગથી, હવે સ્વચ્છતા જાળવ... IndiGo ਦੇ ਯਾਤਰੀਆਂ ਨੂੰ ਝਟਕਾ! ਸਾਊਦੀ ਅਰਬ...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ફૂડ ચેકિંગના નાટક અને કોર્પોરેશનની મિલીભગત પર આકરા સવાલો*

✍️ Reporter: Kuntalkumar Chokshi 🗓 19 Nov 2026, 08:24 AM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

1. *ચેકિંગ:* તહેવાર ટાણે ફતેગંજ સહિત 8 વિસ્તારમાં 45 દુકાનોમાં ચેકિંગનું નાટક. 2. *કાર્યવાહી:* માત્ર નાના-મોટા દંડ (₹21 હજાર) ફટકારીને વિષય પર પૂર્ણવિરામ. 3. *દુકાનદારની આદત:* દુકાનદારોને દંડ ભરીને 'અસ્તુ' કરતા આવડી ગયું, બીક ખતમ. 4. *સવાલ:* લાયસન્સ કાયમી રદ કેમ નથી? કોર્પોરેશનનો હંમેશા માટેનો ઉકેલ શું? 5. *જનતાનું આરોગ્ય:* ભેળસેળ વાળો માલ ખાનાર જનતાના આરોગ્યની જવાબદારી કોની?

પાલિકાના પૂર્વ ઝોનના વોર્ડ નંબર ૪,૫,૬,૧૪ અને ૧૫ માં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં વોર્ડ નંબર ૧૪ માં રાવપુરામાં બાટા શો રૂમ નજીક કચરો જણાઈ આવતા કાર્યવાહી કરી હતી.વોર્ડ નંબર ૧૫ માં ત્રણ એકમો પણ સીલ કરાયા હતા.

વડોદરા શહેરમાં તહેવારો આવે એટલે ફૂડ વિભાગની ટીમો દોડતી થઈ જાય છે. ફતેગંજ, નિઝામપુરા, ઈલોરાપાર્ક સહિત 8 વિસ્તારોમાં 45 દુકાનોમાં ચેકિંગ, ફોટા પાડવા, સીલ મારવાનું નાટક અને પછી...

*પછી શું? નાના-મોટા દંડ અને પૂર્ણવિરામ!*

*NEED 24 NEWS આકરા સવાલો પૂછે છે:*

1. *કોર્પોરેશનનો કાયમી ઉકેલ શું છે?* - વારે તહેવારે ચેકિંગ થાય છે, પણ પછી એ જ દુકાનદાર ફરી એ જ ભેળસેળ વાળો માલ વેચે છે. કોર્પોરેશન પાસે આનો હંમેશા માટેનો ઉકેલ શું છે? ફક્ત દંડ ઉઘરાવવો એ જ કામ છે?

2. *દુકાનદારને 'અસ્તુ' કરતા આવડી ગયું:* - દુકાનદારો હવે હોશિયાર થઈ ગયા છે. 5-10-21 હજારનો દંડ ભરી દેવાનો, 'અસ્તુ' કહી દેવાનું અને બીજા દિવસથી પાછું એવું જ. કોર્પોરેશનના દંડની કોઈ બીક જ રહી નથી.

3. *જનતાના આરોગ્યનું શું?* - દુકાનદાર દંડ ભરીને છૂટી જાય છે, પણ જે લોકોએ ભેળસેળ વાળું આઈસ્ક્રીમ, ફ્રોઝન ફૂડ ખાધું એના આરોગ્યનું શું? બાળકો, વૃદ્ધોને ફૂડ પોઈઝનિંગ થાય, હોસ્પિટલમાં દાખલ થાય એની જવાબદારી કોણ લેશે?

4. *લાયસન્સ કેમ રદ નથી થતા?* - વારંવાર એક જ દુકાનમાં ગંદકી, એક્સપાયરી માલ મળે તો ફક્ત દંડ કેમ? લાયસન્સ કાયમી માટે રદ કેમ નથી કરાતું? શું પાછળ મોટી લેવડ-દેવડ છે?

વડોદરા કોર્પોરેશનના ફૂડ વિભાગે હવે ફોટા સેશન બંધ કરીને કાયમી ધોરણે કડક કાર્યવાહી કરવી પડશે, નહીં તો જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનું પાપ કોર્પોરેશનના માથે પણ આવશે.
📲Get App