🔥 TRENDING SBFC महाराष्ट्र में पशुपालकों की चराई पर सं... देशभर में राजनीतिक और खेल जगत में हलचल... Punjab ETT Final Answer Key & Result A... Assam Roads in Crisis: Potholes Threat... New Delhi‑Dispur Bullet Train to Cut T...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા પોલીસએ પાંચ વર્ષથી નાસતા ફરતા છેતરપીંડી આરોપીને પકડ્યો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 18 Nov 2026, 01:20 PM 👁 32
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા પોલીસ બ્રાન્ચે વાપી જી.વલસાડમાં રહેનાર છેતરપીંડી આરોપી તેજપાલભાઈ દામાને પકડ્યો, જે પાંચ વર્ષથી નાસતા ફરતા હતા..

સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચે વાપી જી.વલસાડમાં રહેનાર છેતરપીંડી આરોપી તેજપાલભાઈ દામાને પકડ્યો,જે પાંચ વર્ષથી નાસતા ફરતા હતા.આ કાર્યવાહી વડાલી પોલીસ સ્ટેશનના છેતરપીંડી કેસમાં કરવામાં આવી હતી.આ આરોપીનું નામ તેજપાલભાઈ નેણસીંગભાઈ દામા છે,નાગપુર,મહારાષ્ટ્રનો રહેવાસી છે અને તે 18 શાલીગ્રામ વીલા રોહાઉસ,ભગવતી કોલોની પાછળ,ઉદવાડા,વાપી,વલસાડમાં રહે છે..

કેસનો રજીસ્ટર નંબર 112090542102999/2021 છે અને તે IPC કલમ 406,420 અને 114 હેઠળ આરોપિત છે.આ તપાસમાં ડી સી સાકરીયા,પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીમલ આર ચૌહાણની આગેવાની હેઠળ સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાપી જઈને આરોપીને પકડી લીધો. આરોપીને હિંમતનગર LCB કચેરીમાં લઈ જઈને પૂછપરછ અને ચકાસણી કરવામાં આવી અને પછી તેને વડાલી પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો.આ કામગીરી માટે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ અને તેના અધિકારીઓને પ્રશંસા મળી છે.આરોપીને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ 35(1)(J) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને કેસ આગળ વધશે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ જેમાં ડી.સી.સાકરીયા પોલીસ ઇન્સ્પેક્ટર,વીમલ આર ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર,ઘનશ્યામસિંહ લક્ષ્મણસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,જશુભાઇ બાબુભાઇ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,રાકેશસિંહ જસવંતસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,કિર્તિરાજસિંહ કિરીટસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ.
📲Get App