🔥 TRENDING Odisha Trader Killed in Money Dispute Indian-Origin Man Charged with Attempt... भद्रावतीच्या प्रभाग १ मध्ये नगरसेवक मह... Drishyam 2 Turns Four: Vijay Salgaonka... ಲಿಂಗಸಗೂರು: ನವೆಂಬರ್ 21 ರಂದು ಚಿತ್ತಾಪೂರದಲ... Filmibeat Covers Upcoming Film "Nanhey...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઇંગ્લેન્ડની "વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ"એ સાબરકાંઠાની સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટને સન્માનિત..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 18 Nov 2026, 09:07 PM 👁 28
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટને ઇંગ્લેન્ડની "વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ" સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું, જે સ્થાપક સુરેશ સોનીની દાયકાઓની માનવસેવા માટે માન્યતા છે..

સાબરકાંઠામાં-:
17 નવેમ્બર 2026ના રોજ હિંમતનગર ખાતે સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટને ઇંગ્લેન્ડની ‘વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ’ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય સન્માનિત કરવામાં આવ્યું.સંજય પંજવાણી ભારત રીજનના વાઇસ પ્રેસિડેન્ટ અને જસપાલસિંહ સોલંકી ગુજરાત રીજનના વાઇસ પ્રેસિડેન્ટ, ઉપસ્થિત રહીને પ્રમાણપત્ર એનાયત કર્યું.ટ્રસ્ટની સ્થાપના સ્વ.પદ્મશ્રી સુરેશ સોનીએ 1988માં કરી,જે કુષ્ઠરોગથી પીડિત,દિવ્યાંગજનો અને વંચિત સમુદાયોના પુનર્વસન અને સશક્તિકરણ માટે આરોગ્ય,શિક્ષણ,રહેણાંક અને સામાજિક સેવાઓ પૂરી પાડે છે..

2025માં સુરેશ સોનીને ભારત સરકાર દ્વારા કુષ્ઠરોગ પીડિતો,દિવ્યાંગજનો અને જરૂરિયાતમંદ લોકોની નિઃસ્વાર્થ સેવા બદલ પદ્મશ્રી પુરસ્કાર મળ્યો,જે તેમના માનવસેવાની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.આ આંતરરાષ્ટ્રીય સન્માન સાબરકાંઠા જિલ્લો અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે.સુરેશ સોનીના પરિવારજનો ઇન્દિરાબેન સોની,દીપકભાઈ સોની,દીપિકાબેન સોની અને પારુલબેન તેમજ સુભાષભાઈએ આ સન્માન સ્વીકાર્યું, જે પરિવાર માટે ભાવનાત્મક સંતોષની ક્ષણ બની.
📲Get App