🔥 TRENDING M. Night Shyamalan Unveils 'Remain' Tr... Bokaro Twins Set 36 World Records in M... Former Nvidia CEO Jensen Huang Signals... Mahindra Last Mile Mobility Secures Ea... Kerala vs Andhra clash set for 17 Nove... Telangana Today Calls for Strategies t...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ડભોઇ રેલવેના મહિલા પીએસઆઇ રૃા.૨૦ હજારની લાંચ લેતા ઝડપાયા

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 18 Nov 2026, 01:29 AM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ડભોઇ રેલવે પોલીસના મહિલા પીએસઆઇ દારૃના ગુનાના આરોપી પાસેથી મોબાઇલ ઝૂંટવી લીધા બાદ તેને પરત કરવા માટે રૃા.૨૦ હજારની લાંચ લેતા પોતાના જ પોલીસ સ્ટેશનમાં જ રંગે હાથ ઝડપાઇ ગયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ડભોઇ રેલવે પોલીસ સ્ટેશનમાં એક માસ પહેલા દારૃનો ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એકતા જયંતીભાઇ પંડયા (રહે.ડભોઇ રેલવે કોલોની, મૂળ બહુમાળી ભવનની પાછળ, અમરેલી) કરતા હતાં. દારૃના આ ગુનાના આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા અને ત્યાંથી આગોતરા જામીન મંજૂર કરાવ્યા હતાં.
બાદમાં દારૃના ગુનાનો આરોપી ડભોઇ રેલવે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો ત્યારે પીએસઆઇ એકતા પંડયાએ તેનો મોબાઇલ લઇ લીધો હતો અને જો આ મોબાઇલ પરત જોઇતો હોય તો રૃા.૨૦ હજાર આપવા પડશે તેમ કહ્યું હતું. દરમિયાન દારૃના ગુનાના આરોપીને લાંચની રકમ આપવી નહી હોવાથી તેને લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોમાં ફરિયાદ કરી હતી.
આ ફરિયાદ બાદ છોટાઉદેપુરના પીઆઇ એસ.કે. ચારેલે સ્ટાફના માણસો સાથે લાંચનું છટકું ગોઠવ્યું હતું. દારૃના ગુનાનો આરોપી લાંચની રકમ રૃા.૨૦ હજાર લઇ પોતાનો મોબાઇલ છોડાવવા ગયો હતો. પીએસઆઇ એકતા પંડયાની ચેમ્બરમાં તેને રૃા.૨૦ હજાર આપી સુચિત ઇશારો કરતાં જ એસીબીની ટીમે મહિલા પીએસઆઇને લાંચની રકમ સાથે ઝડપી પાડી હતી. આ અંગે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App