स्थानीय
બરોડાની ગાજરાવાડી સ્લોટર હાઉસમાં મૃતકવંશના પશુઓના અવશેષો ખુલ્લામાં મૂકી દેવાતા ભારે રોષ
यहाँ देखें:
▶️ YouTube
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના મૃત પશુ નિકાલ કેન્દ્રમાં ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં મૃત ગાય તથા ગૌવંશના શરીર પરથી ચામડી ઉતારી લીધા બાદ તેમના કંકાલ અને હાડકાં ખુલ્લા મેદાનમાં રખડતા શ્વાનો માટે આહાર તરીકે મૂકી દેવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
આ અંગે વિજયભાઈ એમ.ભાવસારે વડોદરા મહાનગરપાલિકાના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. અરજદારના જણાવ્યા અનુસાર, આ પ્રશ્ન માત્ર સ્વચ્છતા અને જાહેર આરોગ્ય પૂરતો મર્યાદિત નથી, પરંતુ હિન્દુ સમાજની ગૌવંશ પ્રત્યેની ધાર્મિક આસ્થા અને લાગણી સાથે પણ જોડાયેલો છે. સનાતન ધર્મમાં ગાયને માતા સમાન પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારે મૃત ગૌવંશના મૃતદેહનો સન્માનજનક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ થવો અનિવાર્ય છે.
ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1949ની કલમ 292, 309 અને 458 મુજબ મૃત પશુઓના અંતિમ નિકાલ તથા તેના નિયમનની જવાબદારી તંત્રની છે. આ ઘટનાને પગલે તંત્ર સમક્ષ કેટલીક મુખ્ય માગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં ગાજરાવાડી કેન્દ્રની ઉચ્ચસ્તરીય તપાસ કરવી, ચામડી ઉતારવા અને હાડકાં વેચાણની મંજૂરી તપાસવી, ખુલ્લામાં અવશેષો નાખવાની પ્રવૃત્તિ તાત્કાલિક અટકાવવી અને જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય પગલાં લેવાનો સમાવેશ થાય છે. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જિલ્લા કલેક્ટર, રાજ્ય સરકાર અને જરૂર પડ્યે ગુજરાત હાઈકોર્ટમાં દાદ માગવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.