🔥 ट्रेंडिंग महिंद्रा ने लॉन्च किया है हार्वेस्ट यु... सैयद मुश्ताक अली ट्रॉफी 2026: राउंड 3... एनजीटी ने हिमाचल में विषाक्त कचरा निपट... दिल्ली के धुंध से परेशान पर्यटक, जिम क... उत्तराखंड में गॉर्ज में गिरती बस में न... एसपी जालौन ने थाना रामपुरा का किया आकस...
18 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા તાલુકાના સમૂહ ખેતી ગામે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 18 नव. 2026, 10:16 AM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા તાલુકાના સમૂહ ખેતી ગામે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ

ભગવદ્ ગીતાના કર્મયોગના સંદેશને જીવનમાં ઉતારી પરિવાર ભાવના અને સામૂહિક એકતાથી ગામના વિકાસ માટે સૌએ યોગદાન આપવું જોઈએ : રાજ્યપાલશ્રી

“પરિવાર ભાવના, સ્વચ્છતા, વ્યસનમુક્તિ અને સામૂહિક એકતાના સંકલ્પથી જ આદર્શ ગામનું નિર્માણ શક્ય : રાજ્યપાલશ્રી”


અમરેલી, તા. ૧૭ નવેમ્બર
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અંતર્ગત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમૂહખેતી ગામે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધી ગામના સર્વાંગી વિકાસ માટે પરિવાર ભાવના, સામૂહિક એકતા, પ્રાકૃતિક ખેતી, ગૌપાલન, જળસંચય, સ્વચ્છતા અને વ્યસનમુક્તિનું મહત્વ સમજાવ્યું હતું.

સભાને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભગવદ્ ગીતાના કર્મયોગના સંદેશનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં નિષ્કામ કર્મ અને કર્તવ્યપાલનનો મહાન સંદેશ આપ્યો છે. દરેક વ્યક્તિએ પોતાના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ. ગામના લોકો પરિવાર ભાવનાથી એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી બને અને સામૂહિક જવાબદારી સાથે ગામના વિકાસમાં યોગદાન આપે તો આદર્શ ગ્રામજીવનનું નિર્માણ થઈ શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ખેડૂત સમૃદ્ધ બનશે અને ગામડું આત્મનિર્ભર બનશે, તો જ સાચા અર્થમાં ગ્રામ કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણ શક્ય બનશે.”

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી બનતા જીવામૃત તથા ઘનજીવામૃતના ઉપયોગથી ૩૦ એકર જમીનમાં ઓછા ખર્ચે પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. આ પદ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે છે, પાણીનો બચાવ થાય છે અને ખેતી ખર્ચ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે.

આદર્શ ગામના નિર્માણ માટે રાજ્યપાલશ્રીએ ‘ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં’ના મંત્ર સાથે જળસંચય, વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ માટે સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. ગામની શેરીઓ અને ઘરઆંગણાં સ્વચ્છ રાખવા, તમાકુ, ગુટખા અને દારૂ જેવા વ્યસનોનો ત્યાગ કરી વ્યસનમુક્ત ગામ બનાવવાની તેમજ દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને દીકરીઓને ઉચ્ચ શિક્ષણની તક મળે તે સુનિશ્ચિત કરવાની હાકલ કરી હતી.

સમૂહખેતી ગામ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનું પૈતૃક ગામ છે. આ ગામમાં તેમના દાદા અને પૂર્વ ધારાસભ્ય શ્રી ભગવાન બાપા કસવાલા એ સમૂહ ખેતીનો પ્રારંભ કર્યો હતો. રાજ્યપાલશ્રી એ દાયકાઓ પહેલા થયેલા આ ઉત્કૃષ્ટ કાર્યને બિરદાવ્યું હતું.

રાત્રિ સભામાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશકુમાર મૌર્ય, એ.એસ.પી. શ્રી જયવીર ગઢવી, સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલ સહિત સમૂહ ખેતી ગામના અગ્રણીશ્રીઓ, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App