🔥 TRENDING Rajasthan Medical Council Cancels Regi... అక్కపల్లి గ్రామంలో 21 మంది పెన్షన్ లబ్... 22 नवंबर को जिलेभर में चलेगा पल्स पोलि... Congress lashes out at Delhi's SCO inv... IMD issues orange alert for heavy to v... India Accuses Turkey of Deliberate Exc...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઐતિહાસિક શામળાજી મંદિરને વૈશ્વિક ઓળખનું ગૌરવ* *'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ'માં શામળાજી મંદિરનું નામ નોંધાયું; અરવલ્લી જિલ્લાની ઐતિહાસિક વિરાસતને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ*

✍️ Reporter: Pandor Sanjay 🗓 17 Nov 2026, 06:45 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતની ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસત સમાન અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ શામળાજી મંદિરને વધુ એક વૈશ્વિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. અંદાજે ૧૫૦૦ વર્ષ પ્રાચીન શામળાજી મંદિરની ભવ્યતા, ઐતિહાસિક મહત્તા અને ધાર્મિક માન્યતાને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી છે. મંદિરનું નામ પ્રતિષ્ઠિત 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ'માં રજિસ્ટર કરવામાં આવ્યું છે.મંદિરની ઐતિહાસિક વિશેષતા, સ્થાપત્યની ભવ્યતા અને તેની વિશિષ્ટ ઓળખને ધ્યાને રાખીને જ્યુરી ટીમ દ્વારા સંપૂર્ણ ચકાસણી અને વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંદિરને સત્તાવાર પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.


આ પ્રસંગે વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંજય પંજવાણીએ શામળાજી મંદિરના પવિત્ર પ્રાંગણમાં ઉપસ્થિત રહી મંદિરને આ વિશેષ સન્માન અર્પણ કર્યું હતું. મંદિર ટ્રસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રણવીરસિંહજીએ આ સન્માનરૂપે પ્રાપ્ત થયેલું સર્ટિફિકેટ સ્વીકાર્યું હતું.

આગામી જાન્યુઆરી માસમાં નવી દિલ્હી ખાતે આવેલા ભારત મંડપમમાં આયોજિત થનારા ભવ્ય સમારોહમાં મંદિરને અંતિમ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

શામળાજી મંદિર અરવલ્લી જિલ્લાની સાથે સમગ્ર ગુજરાતની આસ્થા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનું ગૌરવ છે. આ વૈશ્વિક સિદ્ધિથી મંદિરની ઓળખ આંતરરાષ્ટ્રીય ફલક પર વધુ મજબૂત બનશે તેમજ ગુજરાતના ધાર્મિક પ્રવાસનને પણ નવી ઓળખ અને પ્રોત્સાહન મળશે.

શામળાજી મંદિરને મળેલું આ સન્માન અરવલ્લી જિલ્લાવાસીઓ, શ્રદ્ધાળુઓ અને સમગ્ર ગુજરાત માટે ગૌરવ અને આનંદની ક્ષણ બની રહેશે
📲Get App