🔥 ट्रेंडिंग पश्चिम बंगाल ने कोलकाता नगर पालिका चुन... वाराणसी में माँ अन्नपूर्णा का 17‑दिवसी... மேட்டூரில் குற்றங்களைத் தடுக்க ட்ரோன்... अमरूद का सेवन: दैनिक सीमा और संभावित द... गोपाष्टमी 2026: गाय परिक्रमा समारोह और... बेस्ट बाय पर एलजी, सैमसंग, सोनी के 10...
17 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલાના નાના બારમણ ગામે મહિલા પર શિયાળનો હુમલો હાથ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 17 नव. 2026, 08:49 AM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલાના નાના બારમણ ગામે મહિલા પર શિયાળનો હુમલો હાથ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ

ખેતમજૂરી કરીને પરત ફરી રહેલી મહિલા પર શિયાળે કર્યો હુમલો, 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા હોસ્પિટલ ખસેડાઈ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નાના બારમણ ગામે શિયાળના હુમલાની ઘટના સામે આવતાં સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ખેતમજૂરીનું કામ પૂર્ણ કરીને ખેતરેથી પરત ફરી રહેલી એક મહિલા પર શિયાળે અચાનક હુમલો કર્યો હતો.

મળતી માહિતી મુજબ, મહિલા ખેતમજૂરી કરીને પરત ફરી રહી હતી તે દરમિયાન શિયાળે તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાને હાથ તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી
આ યુવતી નું નામ
જયાબેન નાનજીભાઈ પરમાર ઉંમર વર્ષ 40
રહેવાસી નાના બારમણ
હોવાનું જાણવા મળેલ છે

નાના બારમણ ગામે મહિલા પર શિયાળના હુમલાની આ ઘટનાને પગલે ગ્રામ્ય વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વન્ય પ્રાણીના હુમલાની આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ચર્ચા જાગી છે.
📲Get App