🔥 TRENDING હજનાળી ગામની આધ્યાત્મિક મંદિરથી સોનાના... Sikkim BJP Women’s Wing Files Complain... ନୃତ୍ତ୍ୟଶ୍ରୀ କଳାକେନ୍ଦ୍ର,ଗୁଣୁପୁର ନୃତ୍ୟଶି... ગાંધીનગરના કલોલમાં ઇસંડ ગામમાં ગરબા કા... ಬೀದರ್ ಪತಂಜಲಿ ಪಬ್ಲಿಕ್ ಶಾಲೆಯಲ್ಲಿ ಮಕ್ಕಳ ದ... Sikkim BJP Mahila Morcha lodges police...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં ગિરધરનગર સોસાયટીના રસ્તાની ગિરાવટ:રહેવાસીઓનો ત્રાસ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 17 Nov 2026, 04:09 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગરપાલિકાની વોર્ડ નં. ૬ માં ગિરધરનગર સોસાયટીના રસ્તા પર પેવર બ્લોક ઉખડી ગયા અને ખાડા પડ્યા, જેના કારણે વડીલો, મહિલાઓ અને બાળકોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર નગરપાલિકાની વોર્ડ નંબર ૬ માં આવેલી ગિરધરનગર સોસાયટીના રસ્તાની હાલત ચિંતાજનક છે.રસ્તા પર લગાવેલા પેવર બ્લોક સંપૂર્ણપણે ઉખડી ગયા છે અને જમીનમાં બેસી ગયા છે,તેમજ ઠેર-ઠેર કાટમાળ અને ખાડા પડી ગયા છે.આ ઉખડેલા બ્લોક અને ઊબડખાબડ રસ્તાને કારણે વડીલો, મહિલાઓ અને સ્કૂલના બાળકોને ચાલવામાં ભારે મુશ્કેલી પડે છે.ટુ-વ્હીલર ચાલકો સ્લીપ થવાનો અને અકસ્માત થવાનો સતત ભય રહે છે..

નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ અગાઉ આ વિસ્તારમાં રહી ચૂક્યા હોવા છતાં, નિયમિત વેરો ભરતી જનતાની વારંવારની રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.રહેવાસીઓનું કહેવું છે કે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે.આ સ્થિતિમાં રહેવાસીઓ અને સ્થાનિક સત્તાવાળાઓને વિનંતી છે કે તાત્કાલિક રસ્તાની મરામત અને પેવર બ્લોકની સ્થાપના માટે પગલાં લેવાય. નગરપાલિકાને જવાબદારીપૂર્વક કાર્ય કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.
📲Get App