🔥 TRENDING New Song 'Meri Mehbooba' from Film 'Pa... Rahul Gandhi, Rahul Kharge Meet UP Con... Two Women Attack Dosa Shop in UP, Smas... Patna: Minister Sanjay Tiger's Residen... Husband Kills Wife in Shahdol After Do... बलरामपुर: कन्या हायर सेकेंडरी स्कूल ग्...
16 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વાગરા ખાતે 'બચ્ચો કા ઘર' સમૂહ લગ્નોત્સવમાં હજારો લોકોની ભેગી, હાજી ઈસ્માઈલ હાફેજીનું નેતૃત્વ

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 16 Nov 2026, 04:28 PM 👁 27
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ જિલ્લાના વાગરા ખાતે 'બચ્ચો કા ઘર' દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં અનેક ગામો અને જિલ્લાઓના લોકો એકત્રિત થયા, જ્યાં હાજી ઈસ્માઈલ હાફેજી અને દાતાઓએ દીકરીઓને સન્માનભેર ભેટ આપી.

વાગરા (ભરૂચ) ખાતે 'બચ્ચો કા ઘર' નજીક યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં હાજી ઈસ્માઈલ હાફેજી દ્વારા આયોજિત આ પુણ્યકાર્યમાં સ્થાનિક અને દૂર-દૂરના ગામો અને જિલ્લાઓમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

વિવિધ પંથકોમાંથી ઉમટેલા મહેમાનો અને જાનૈયાઓમાં વાગરા, આમોદ, જંબુસર, હાંસોટ અને અંકલેશ્વર તાલુકાના અંતરિયાળ ગામો ઉપરાંત આસપાસના અન્ય જિલ્લાઓમાંથી વર-કન્યા પક્ષના પરિવારો અને સગા-સંબંધીઓ વહેલી સવારથી જ વાગરા ખાતે આવી પહોંચ્યા હતા. દૂર-દૂરથી આવેલા આ પરિવારોના ચહેરા પર દીકરીના લગ્નનો આનંદ અને આયોજકો પ્રત્યેનો અતૂટ વિશ્વાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

આ દિવ્ય પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા મહેમાનોમાં હાજી મોહંમદ હુશૈન દેસાઈ (સાયણ), હાજી અહમદ પટેલ (UK), મૌલાના સુલેમાન (UK), હાજી ઈબ્રાહીમ ઈસા (સાઉથ), હાજી અલ્લી આદમ (પીસાદ, UK) તેમજ હાફેઝ ઈસ્માઈલ પટેલ (પ્રમુખ) સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.

આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ હતી કે દૂર-દૂરથી આવેલા સમાજના લોકોએ એક જ સ્થળે, એક જ છત નીચે પોતપોતાની ધાર્મિક આસ્થા મુજબ લગ્નવિધિ સંપન્ન કરી હતી. શરિયતની પરંપરા મુજબ મુસલમાન યુગલોના નિકાહ પઢાવવામાં આવ્યા હતા. સમાજના આગેવાનો અને વડીલોએ નવદંપતીઓને આશીર્વાદ આપીને એકતા અને ભાઈચારાની અનોખી મિસાલ પૂરી પાડી હતી. હાજી ઈસ્માઈલ હાફેજી અને દાતાઓના સહયોગથી તમામ દીકરીઓને નવા સંસારની શરૂઆત માટે તિજોરી, પલંગ અને રસોડાનો સંપૂર્ણ સામાન કરિયાવર રૂપે ભેટ આપવામાં આવ્યો હતો.
📲Get App