🔥 ट्रेंडिंग बिहार के सीएम सम्राट चौधरी ने मुंगेर छ... बंगाल पुलिस अधिकारी पर गोली चलाने वाले... અરવલ્લી જિલ્લાની BJP સંગઠનાત્મક બેઠકમા... रेलवे बनाम बिहार SMAT लाइव स्ट्रीम – व... नाचना में सरपंच के लिए जंग तेज सुबह से... बीजेपी प्रमुख नितिन नबीन ने कहा, छठ ने...
16 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નાનાપોંઢા ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી જનજાતિય ગૌરવ દિવસની શોભાયાત્રા શરૂ

✍️ रिपोर्टर: Makvana Chandravadan bahadurbhai 🗓 16 नव. 2026, 09:28 AM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

15 નવેમ્બર 2026 ના રોજ વલસાડ જિલ્લામાં નાનાપોંઢા ખાતે જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરવામાં આવ્યું.

15 નવેમ્બર 2026 ના રોજ વલસાડ જિલ્લામાં નાનાપોંઢા સર્કલમાં ભારતના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સર્કલમાં આવેલી પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પ અર્પણ કરી, ફૂલહાર પહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરી.

પુષ્પ અર્પણ બાદ નાનાપોંઢા સર્કલથી મુખ્ય સ્થળ હેલિપેડ ગ્રાઉન્ડ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રામાં પરંપરાગત આદિવાસી નૃત્યો, વાદ્યો અને સાંસ્કૃતિક પ્રદર્શનોથી ભરપૂર હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

શોભાયાત્રા દરમિયાન નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ આદિવાસી નૃત્યોમાં ભાગ લઈને સમુદાયની અસ્મિતા અને ગૌરવને ઉજાગર કર્યો. કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો, આદિવાસી સમાજના આગેવાનો અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા, જે સમગ્ર વાતાવરણને ગૌરવમય અને ઉત્સાહી બનાવ્યું.

આ ઉજવણી દ્વારા આદિવાસી સમુદાયની સાંસ્કૃતિક ઓળખ અને સ્વતંત્રતા સેનાની વારસો ફરીથી પ્રગટ થયો, તેમજ રાજ્યની વિવિધતા અને સહનશીલતાનો પ્રદર્શન થયો.
📲Get App