🔥 TRENDING ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં વીજ થાંભલો... রামকৃষ্ণপুর ঘাটে ছট পূজা উদযাপনে উপস্থ... Haryana Forms Jail Boards to Monitor C... Late‑night police raid stops child mar... CM Vishnu Deo Sai Announces Innovation... Tiger tracked from Chhattisgarh to Odi...
16 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Lifestyle

અમદાવાદથી બાગડોગરા જતી સ્પાઈસજેટની ફ્લાઈટ અચાનક રદ, અટવાયેલા મુસાફરોનો એરપોર્ટ પર હોબાળો

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 15 Nov 2026, 11:50 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 15 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે બાગડોગરા જવા માટે રવાના થનારી સ્પાઈસજેટની ફ્લાઈટ SG-637 અચાનક રદ કરી દેવામાં આવી છે. કોઈ પૂર્વ સૂચના વિના ફ્લાઈટ કેન્સલ થતાં તમામ મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા હતા, જેના કારણે ટર્મિનલ પર ભારે હોબાળો મચ્યો હતો.ફ્લાઈટ રદ થવાની જાહેરાત થતાં જ મુસાફરોએ એકઠા થઈને એરલાઈન્સના કાઉન્ટર પર વિરોધ નોંધાવ્યો હતો. મુસાફરોનો આક્ષેપ છે કે ફ્લાઈટ રદ થયા બાદ તેમને ન તો કોઈ વૈકલ્પિક ફ્લાઈટની સુવિધા આપવામાં આવી હતી કે ન તો ટિકિટના રિફંડ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી હતી. એરલાઈન્સના સ્ટાફ તરફથી સંતોષકારક ઉત્તરને બદલે ઉડાઉ જવાબ મળતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.બાગડોગરા જનારા મુસાફરોએ આગળના પ્રવાસ અને હોટલ બુકિંગનું આયોજન કર્યું હોવાથી અચાનક ફ્લાઈટ રદ થતાં તેમને આર્થિક અને માનસિક હાલાકી ભોગવવી પડી છે. રિફંડની પ્રક્રિયામાં પણ મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદ મુસાફરોએ કરી હતી.સ્પાઈસજેટ એરલાઈન્સની ફ્લાઈટ્સ મોડી પડવાની કે અચાનક રદ થવાની સમસ્યા છેલ્લા ઘણા સમયથી સતત ચાલી રહી છે. એરલાઈન્સ હાલ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહી હોવાથી તેની સીધી અસર ફ્લાઈટ સંચાલન પર પડી રહી છે, જેનો ભોગ સામાન્ય મુસાફરો બની રહ્યા છે.
📲Get App