🔥 ट्रेंडिंग सार्वभौमिक मंत्री सरबनंदा सोनौल ने बाज... *राष्ट्रीय बाल दिवस पर बच्चों को शोषण... હિંમતનગરમાં એસપી ઓફિસ પાસે તસ્કરોનો અડ... भारत में गरीबी में गिरावट, वास्तविक आय... सीएम योगी ने भोजपुरी में दी छठ महापर्व... असम में बाढ़ ज़ोनिंग बिल पास, वैज्ञानि...
15 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દેડિયાપાડામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી, સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં આદિવાસી સમાજના ઉત્થાનનો સંદેશ

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 15 नव. 2026, 02:51 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ–૨૦૨૬ની ઉજવણી નિવાલ્દા સ્થિત જંગલ કામદાર મંડળીના મેદાનમાં સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. કાર્યક્રમમાં પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાના સંબોધનમાં આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ અને સામાજિક જાગૃતિને મહત્ત્વ આપ્યું હતું. તેમણે યુવાનોને સરકારી નોકરીની સાથે નાના ઉદ્યોગો, આધુનિક ખેતી, પશુપાલન અને સ્વરોજગાર તરફ આગળ વધવા તેમજ વ્યસનમુક્તિ અને અંધશ્રદ્ધા નાબૂદી માટે સહિયારા પ્રયાસો કરવા અપીલ કરી હતી. ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ અને બલિદાનને યાદ કરી તેમના આદર્શો જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે દેડિયાપાડા ખાતે રૂપિયા ૩૫ કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લોકોએ વડાપ્રધાનશ્રીનું સંબોધન પણ નિહાળ્યું હતું.

કાર્યક્રમમાં દેડિયાપાડા, ચીકદા, સાગબારા સહિત સમગ્ર નર્મદા જિલ્લાના ખેડૂતોને વન અધિકાર અધિનિયમ હેઠળ ૪૪૫ જમીન અધિકારપત્રો અને ૬૨૬ રેકોર્ડ ઓફ રાઇટ્સ મળી કુલ ૧૦૭૧ લાભાર્થીઓને જમીનના હક્કો એનાયત કરવામાં આવ્યા હતા. વિવિધ સરકારી યોજનાઓના લાભોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારે ભગવાન બિરસા મુંડાના જીવન અને જનજાતીય સમાજના ઉત્થાનમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું. કાર્યક્રમ પૂર્વે યાહામોગી ચોક ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી યોજવામાં આવી હતી.

આ પ્રસંગે પૂર્વ મંત્રી મોતિસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા, પર્યુષાબેન વસાવા, મનજીભાઈ વસાવા, પ્રાયોજના વહીવટદાર અમોલ આવટે, પ્રાંત અધિકારી જુહી પાંડે, અગ્રણી હિતેશભાઈ વસાવા, સરપંચ રવિન્દ્રાબેન વસાવા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

જનજાતીય ગૌરવ દિવસની આ ઉજવણીમાં આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરવાની સાથે શિક્ષણ, વિકાસ, જમીનના અધિકારો અને આત્મનિર્ભરતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
📲Get App