🔥 TRENDING India-US Trade Pact Nears Completion a... অধীর চৌধুরীর হাত ধরে কংগ্রেসে যোগ একাধ... Manipur CM Calls Security Review After... Manipur CM Orders High-Level Security... Hand Grenade Discovered in Imphal, Rai... Meghalaya Pharmacy Council Marks World...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપી અમરતભાઇ શાંતીલાલ ડામોરને અટક..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 14 Nov 2026, 08:29 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા SOJ એ હિંમતનગર બસ સ્ટેશન આગળ રોડ ઉપરથી નાસતા ફરતા આરોપી અમરતભાઇ શાંતીલાલ ડામોરને અટક કરી હિંમતનગર બી.ડીવિઝન પોલીસ સ્ટેશનને સુપરત કર્યો..

સાબરકાંઠામાં-:
SOG એ તાજેતરમાં હિંમતનગર બસ સ્ટેશન આગળ રોડ ઉપરથી નાસતા ફરતા આરોપી અમરતભાઇ શાંતીલાલ ડામોરને અટક કરી હિંમતનગર બી.ડી.વિઝન પોલીસ સ્ટેશનને સુપરત કર્યો. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ એમ વાળા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.યુ.ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી એમ ઝાલાની માર્ગદર્શન હેઠળ ATSC ચાર્ટર મુજબ પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવી.આ કાર્યવાહી પહેલાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલને જિલાની કાયદા અને વ્યવસ્થા જાળવવા માટે ATSC ચાર્ટર લાગુ કરવાની સૂચના આપી હતી.આ સૂચના મુજબ SOG એ ગાંભોઇ અને જાદર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનાઓમાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે કાર્યરત રહ્યો છે..

અમરતભાઇ શાંતીલાલ ડામોરનું ગુનાહિત ઇતિહાસ ગાંભોઇ પોલીસ સ્ટેશન પાર્ટ.સી.ગુન્હો રજીસ્ટર નંબર ૧૧૨૦૯૦૧૪૨૪૦૫૪૭/૨૦૨૪ અને જાદર પોલીસ સ્ટેશન પાર્ટ.ગુન્હો રજીસ્ટર નંબર ૧૧૨૦૯૦૨૪૨૪૦૫૨૦/૨૦૨૪માં નોંધાયેલ છે. આ કેસમાં પ્રોહિબિશન એક્ટ કલમ ૬૫ એ,ઇ,૮૧,૮૩ અને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૩૬(૨)(૩) અને ૩૩૪ હેઠળ આરોપી પર કાર્યવાહી કરવામાં આવી.સાબરકાંઠા SOG દ્વારા પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ એમ વાળા એસ.ઓ.જી.,પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.યુ.ચૌધરી,પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ.ઝાલા,હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર,પ્રકાશભાઇ હેડ કોન્સ્ટેબલ,વિક્રમસિંહ સોલંકી હેડ કોન્સ્ટેબલ,ગોપાલભાઇ પોલીસ કોન્સ્ટેબલ,વિક્રમસિંહ પરમાર હેડ કોન્સ્ટેબલ,અનિરૂધ્ધસિંહ પોલીસ કોન્સ્ટેબલ પ્રશંસનીય કામગીરીને નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા માન્યતા આપવામાં આવી છે.
📲Get App