🔥 TRENDING बहराइच में छठ पर्व के लिए जिलाधिकारी औ... കുട്ടികൾക്ക് ദുരിതമായി ജില്ലാതല ശിശുദി... कांग्रेस कार्यकर्ताओं ने सलेमपुर के ने... ಬಾಗಲಕೋಟಯಲ್ಲಿ ವಿಶಾಕಾರಿ ನೀರು Hardeep Singh Puri Quits Rajya Sabha S... AAP MLA Dr. Charnajit Singh Sets Sight...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડેડીયાપાડામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપવા આયોજન બેઠક યોજાઈ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 14 Nov 2026, 01:59 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ડેડીયાપાડા ખાતે આગામી ૧૫ નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીને ગૌરવપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે પ્રાંત અધિકારી સુશ્રી જુહી પાંડેની અધ્યક્ષતામાં સંલગ્ન વિભાગોના અધિકારીઓ સાથે આયોજન અને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં ઉજવણી દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમો, જરૂરી સુવિધાઓ અને વિભાગવાર જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવો તેમજ નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, વીજળી, લાઇટિંગ, સ્વચ્છતા, સુરક્ષા અને પ્રચાર-પ્રસાર સહિતની વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવવા સૂચનાઓ આપવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રાંત અધિકારી જુહી પાંડેએ તમામ વિભાગના અધિકારીઓને પરસ્પર સંકલન જાળવી સોંપવામાં આવેલી જવાબદારીઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. સાથે જ કાર્યક્રમ સ્થળે તમામ જરૂરી સુવિધાઓનું આગોતરું આયોજન કરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.

બેઠક બાદ પ્રાંત અધિકારી જુહી પાંડેએ કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ કરવામાં આવી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. સ્થળ પરની વ્યવસ્થાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો પણ આપ્યાં હતાં.

બેઠક દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા કરવામાં આવનારી કામગીરી અને તૈયારીઓની વિગતો રજૂ કરી હતી. જનજાતીય સમાજના ગૌરવ, સંસ્કૃતિ, પરંપરા અને ભગવાન બિરસા મુંડાના ઐતિહાસિક યોગદાનને ઉજાગર કરતી આ ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ બેઠકમાં ડેડીયાપાડાના મામલતદાર ચિરાગ કામોલ, તાલુકા વિકાસ અધિકારી યોગેશકુમાર તડવી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App