🔥 TRENDING Bengal BJP Chief Urges Filing FIR Agai... West Bengal CM Suvendu Adhikari Highli... वाराणसी में AISSHPRAGEMS AND JEWELS के... 15-Year-Old Vaibhav Sooryavanshi Sets... Bihar Uncovers 109,000 Mule Accounts H... Bihar Markets Flooded with Shoppers as...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબા રાજ તેમજ ધારાસભ્યશ્રી રીતેશભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 14 Nov 2026, 05:54 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધરતી આંબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મ જયંતિ નિમિત્તે ઝઘડિયા વિધાનસભા આવેલ રાજપારડી ચોકડી ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાની સાફ સફાઇ સાથે પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી

ધરતી આંબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મ જયંતિ નિમિત્તે ઝઘડિયા વિધાનસભા આવેલ રાજપારડી ચોકડી ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાની સાફ સફાઇ સાથે પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી

જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબા રાજ અને ધારાસભ્યશ્રી રીતેશભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ
સમગ્ર રાજ્યમાં ૧૨મી નવેમ્બરથી ૧૮મી નવેમ્બર સુધી ધરતી આંબા ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રથમ દિવસે યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ ૧૪મી નવેમ્બરના રોજ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની તેમજ અન્ય મહાનુભાવોની પ્રતિમાઓની સાફ સફાઇના કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યાં હતાં.

ઝઘડિયા વિધાનસભામાં આવેલ રાજપારડી ચોકડી ખાતે ધારાસભ્યશ્રી રીતેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્પલબા રાજ સહિત અગ્રણીઓના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાની સાફ સફાઇ કરી જળાભિષેક,પૂજન,અર્ચન બાદ પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી હતી સાથે સાથે ઝઘડિયા તાલુકામાં આવેલ અન્ય મહાનુભાવોની પ્રતિમાઓને પણ સાફ સફાઇ કરી ફુલહાર કરી પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી હતી.

આ સાફ સફાઈના કાર્યક્રમમાં અધિકારીઓશ્રી,પદાધિકારીઓશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોટર:મલેક સિરાજુદ્દીન ઝઘડિયા
📲Get App