🔥 ट्रेंडिंग ਅੰਮ੍ਰਿਤਸਰ ਵਿੱਚ ਗੈਰ-ਕਾਨੂੰਨੀ ਨਸ਼ਾ ਛੁਡਾਊ... येलोस्टोन फिल्म फेस्टिवल ने इंडी फिल्म... తణుకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు 14... अंडरवर्ल्ड खतरे के पुनरुत्थान पर बॉलीव... કડાણામાં આદિવાસી સમાજનો પરંપરાગત ગાય ગ... जम्मू-कश्मीर के पूंच में सीमा के पास भ...
13 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

દિવાળી પૂર્વે પાલનપુર હાઈવે પર વિદેશી દારૂની ૭૬૮ બોટલો ઝડપી પાડી,બે આરોપીઓ અટકાયત..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 13 नव. 2026, 09:50 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવાર પૂર્વે વિદેશી દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કરતી લોકલ ક્રાઈમ બ્રાંચ પાલનપુરે હ્યુન્ડાઈ વરનામાંથી રૂ.૫,૬૮,૩૮૪નો મુદામાલ જપ્ત કર્યો છે..

બનાસકાંઠામાં-:
દિવાળીના તહેવાર પૂર્વે ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કરતી લોકલ ક્રાઈમ બ્રાંચ પાલનપુરે મોટી કાર્યવાહી કરી છે. પાલનપુર શહેરના હાઈવે વિસ્તારમાં નાકાબંધી દરમિયાન હ્યુન્ડાઈ વરના ગાડીમાંથી વિદેશી દારૂ તથા બિયરની કુલ ૭૬૮ બોટલો જપ્ત કરાઈ છે.આ મુદામાલની કુલ કિંમત રૂ.૫,૬૮,૩૮૪/- નોંધાઈ છે.દારૂબંધી બાબતે રાજ્ય સરકારની 'જીરો ટોલરન્સ' નીતિ અનુરૂપ કાર્યવાહી કરવા માટે પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પાલનપુર પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક બનાસકાંઠા પ્રશાંત સુંબેએ સૂચનાઓ આપી હતી.તેમણે રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર થતી દારૂની હેરાફેરી અટકાવવા અને સરહદી વિસ્તારો તથા હાઈવે માર્ગો પર સઘન વાહન ચેકિંગ કરવા માટે અલગ-અલગ પોલીસ ટીમોની રચના કરવામાં આવેલી હતી..

આજે એલ.સી.બી પાલનપુરની ટીમને મળેલ બાતમી હકીકત આધારે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના હાઈવે રોડ પર નાકાબંધી કરવામાં આવી હતી. ત્યારબાદ હ્યુન્ડાઈ વરના ગાડી નં. GJ-08-CR-1135 માંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમીટ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીન જપ્ત કરાઈ છે.આ ઘટનામાં મહેશભાઈ સુરેશભાઈ હેમાજી પરમાર અને રોહીતભાઈ અમરતભાઈ નરેશભાઈ ચૌહાણ (બન્ને રહે. નિલકંઠ મહાદેવ નજીક અસારવા, અમદાવાદ) ને પકડી પાડવામાં આવ્યા છે.આરોપીઓ સામે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. જપ્ત કરેલ મુદામાલમાં વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીનની કિંમત રૂ.૨,૫૮,૩૮૪/- અને હ્યુન્ડાઈ વરના ગાડીની કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- નો સમાવેશ થાય છે. આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી.એમ.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર,જે.એસ.ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર,આર.બી.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,અર્જુનસિંહ સ્વરૂપાજી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,મુકેશભાઈ ડાહયાભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,વિજયસિંહ સોમસિહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,રાજેશકુમાર શંકરલાલ હેડ કોન્સ્ટેબલ,પ્રવિણકુમાર ભીમાજી પોલીસ કોન્સ્ટેબલ,કાનસિંહ બળવંતસિંહ પોલીસ કોન્સ્ટેબલ,મુકેશકુમાર શાંતીલાલ પોલીસ કોન્સ્ટેબલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે.
📲Get App