🔥 TRENDING अनुभूति भवन का उद्घाटन: राजयोगी बी.के.... कुडगांव पंचायत समिति क्षेत्र के 7 मतदा... कुडगांव थाना क्षेत्र मे ं पुलिस के जवा... One Nation One Ration Card Scheme Lets... Jharkhand High Court Rules One or Two... Jharkhand Board Increases Exam Fees Ah...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના જાનકી આશ્રમ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 13 Nov 2026, 04:09 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના દેડિયાપાડા સ્થિત જાનકી આશ્રમ ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અને વ્યસનમુક્તિ અત્યંત જરૂરી છે. આદિવાસી યુવાનોએ વ્યસનોથી દૂર રહી IAS અને IPS જેવી ઉચ્ચ સરકારી સેવાઓમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. યોગ્ય માર્ગદર્શન, સખત મહેનત અને દૃઢ સંકલ્પથી યુવાનો પોતાના સમાજનું નામ રોશન કરી શકે છે.

આ પ્રસંગે વનવાસી કલ્યાણ પરિષદના ફૂલચંદ કોંકણીએ ભગવાન બિરસા મુંડાના જીવન અને આદર્શોને યાદ કરી યુવાનોને તેમના વિચારો આત્મસાત કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશ વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે યુવાનોએ પણ સમાજની પ્રગતિ અને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવું જોઈએ.

યુવા સંવાદ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવનાર યુવાનોએ પોતાની સફળતાની ગાથા રજૂ કરી હતી. તેમણે પરીક્ષાની તૈયારી દરમિયાન કરેલા સંઘર્ષ, મહેનત અને સરકારની વિવિધ યોજનાઓથી મળેલી મદદ અંગે પોતાના અનુભવો અન્ય યુવાનો સાથે શેર કર્યા હતા. સાથે જ અન્ય યુવાનોને પણ ઉચ્ચ લક્ષ્ય નક્કી કરી સફળતા મેળવવા પ્રેરિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા તથા પર્યુષાબેન વસાવા, પ્રાયોજના વહીવટદાર અમોલ આવટે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સ્થાનિક અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત યોજાયેલા આ યુવા સંવાદ કાર્યક્રમ દ્વારા આદિવાસી યુવાનોમાં શિક્ષણ, વ્યસનમુક્તિ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સમાજ ઉત્થાન પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
📲Get App