🔥 TRENDING ರಣಜಿ ಆಟಗಾರರಿಗೆ ಸ್ಫೂರ್ತಿ ನೀಡಿದ '12th Fa... Top 8 Dreamy Wedding Destinations in I... DPS Dmu Conducts Disaster Mock Drill t... Nagaland Seeks Year-round PAP Exemptio... Nagaland CM Urges Centre to Extend PAP... Manipur Police Nab Two Insurgents, Con...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઇલોલ-હિંમતનગર રોડ પર અજાણ્યા ફોર વ્હીલરની ટક્કરથી ૨૨ વર્ષીય બાઈક સવારનું સ્થળ પર જ મોત..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 13 Nov 2026, 01:24 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર-ઇલોલ રોડ પર ૨૨ વર્ષીય બાઈક સવારનું અજાણ્યા ફોર વ્હીલર દ્વારા જોરદાર ટક્કરથી સ્થળ પર જ મોત,ઘટનાની CCTV કેદ..

સાબરકાંઠાના-:
હિંમતનગર-ઇલોલ રોડ પર ૨૨ વર્ષીય બાઈક સવારનું અજાણ્યા ફોર વ્હીલર દ્વારા જોરદાર ટક્કરથી સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું.ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક સવારનું મૃત્યુ સ્થળ પર જ થયું, અને અકસ્માત પછી વાહનચાલક ફરાર થઈ ગયો હોવાનું માનવામાં આવે છે..

સમગ્ર ઘટના રોડની બાજુમાં આવેલી ફેક્ટરીના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
હિંમતનગર ટ્રાફિક પોલીસ અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા,ટ્રાફિક હળવો કર્યો અને ફેક્ટરીના CCTV ફૂટેજના આધારે અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી..

ઇલોલ-હિંમતનગર રોડ પર સતત બનતા જીવલેણ અકસ્માતોને પગલે સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે, અને તંત્ર દ્વારા અકસ્માત નિવારવા માટે નક્કર પગલાં લેવામાં આવશે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે.
📲Get App