🔥 TRENDING कोतमा के बंजारा तिराहे पर फूटी पाइपलाइ... बरोठा ग्राम पंचायत में लेखपाल पर बाढ़... दिल्ली-NCR की जहरीली हवा से हो रहे फेफ... mathura बरसाना पुलिस बनी परिवार का सहा... वृंदावन - मनचलों से डरो मत, तुरंत करो... Thiruvananthapuram Corporation Seeks G...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

🏏 રમતગમત સાથે સમાજસેવાનો અનોખો સંગમ!

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 12 Nov 2026, 03:56 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજ રોજ થરાદ તાલુકાના બેવટા ગામે મારવાડી ચૌધરી સમાજ દ્વારા આયોજિત રાજારામ ક્રિકેટ ક્લબ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. છેલ્લા ૧૩ વર્ષથી બહારગામમાં વસતા સમાજના ય

🏏 રમતગમત સાથે સમાજસેવાનો અનોખો સંગમ!

આજ રોજ થરાદ તાલુકાના બેવટા ગામે મારવાડી ચૌધરી સમાજ દ્વારા આયોજિત રાજારામ ક્રિકેટ ક્લબ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો.

છેલ્લા ૧૩ વર્ષથી બહારગામમાં વસતા સમાજના યુવાનો, અધિકારીઓ અને ધંધા-રોજગાર સાથે સંકળાયેલા આગેવાનોના સહયોગથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ક્લબ દ્વારા રૂ. ૫૦ લાખથી વધુનું ભંડોળ એકત્રિત કરીને વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

ખાસ કરીને દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, શિક્ષણને પ્રોત્સાહન તેમજ યુવાનોને ધંધા-રોજગાર તરફ પ્રેરિત કરવા જેવા ઉમદા કાર્યો ખરેખર અભિનંદનને પાત્ર છે.

આ ટુર્નામેન્ટ પાછળનો હેતુ માત્ર ક્રિકેટ રમવાનો નથી, પરંતુ યુવાનો નવા વર્ષના સમયમાં ખોટી પ્રવૃત્તિઓથી દૂર રહે, વ્યસન અને અકસ્માતોથી બચે તથા રમતગમતના માધ્યમથી એકતા, શિસ્ત અને ભાઈચારો જળવાઈ રહે તેવો પણ છે.

માત્ર ક્રિકેટ જ નહીં, પરંતુ શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને સમાજસેવાના ક્ષેત્રે મારવાડી ચૌધરી સમાજ દ્વારા કરવામાં આવતી આ તમામ પ્રવૃત્તિઓ અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ છે.

આવા સુંદર આયોજન બદલ રાજારામ ક્રિકેટ ક્લબના તમામ આયોજકો, સમાજના આગેવાનો, દાતાશ્રીઓ અને તમામ ખેલાડીઓને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ.

અન્ય સમાજો પણ આવી જ રીતે ક્લબોની રચના કરી રમતગમત સાથે શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે તે આજના સમયની ખૂબ જ જરૂરી બાબત છે.

🙏 જય રાજેશ્વર ભગવાન 🙏
📲Get App