🔥 TRENDING जालौर में दीपावली के अवसर पर जिला प्रश... मौला नगर में जुआ विरोध पर लाठी-डंडे से... ভোলা দাসের বাড়িতে লক্ষ্মী পূজা: পরিবা... मध्य प्रदेश में भैंस चोरी का एक दिलचस्... ਪਰਾਲੀ ਨੂੰ ਅੱਗ ਨਾ ਲਗਾਓ, ਇਸ ਦੀ ਸੁਚੱਜੀ ਸਾ... ഡിസിപ്ലിൻ vs മോട്ടിവേഷൻ’ പുസ്തകം പ്രകാ...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગૌસેવાના. સાધ્વી શ્રી શારદાબેનની અંતિમ વિદાય

✍️ Reporter: Rajesh kumar joshi 🗓 08 Nov 2026, 11:55 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પોતાના જીવનની ખુશીઓનો ત્યાગ કરીને જેમણે હજારો અબોલ ગૌમાતાઓના જીવનમાં આશાનો દીવો પ્રગટાવ્યો, જેમના માટે ગૌસેવા માત્ર પ્રવૃત્તિ નહીં પરંતુ જીવનનો શ્વાસ હતી, તેવી ભેંસાણા ગૌશાળાનાં સેવામૂર્તિ સાધ્વી શ્રી શારદાબેનનું ટૂંકી માંદગી બાદ દુઃખદ અવસાન થતાં સમગ્ર વાવ-થરાદ પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

હજારો ગૌમાતાઓની સેવા, નિરાધાર પશુ-પક્ષીઓની સંભાળ અને જીવદયાના સંકલ્પને જીવનભર વળગી રહેનાર આ સેવામૂર્તિની વિદાયથી ગૌસેવાના ક્ષેત્રમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ સર્જાઈ છે. તેમના નિધનના સમાચાર મળતાં જ ગૌપ્રેમીઓ અને સેવાભાવી લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સાધ્વી શ્રી શારદાબેનની અંતિમ વિદાય પણ તેમના જીવનકાર્ય જેટલી જ ભાવુક બની રહી હતી. ભેંસાણા ગૌશાળા ખાતેથી તેમની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ, ગ્રામજનો અને સેવાભાવી લોકો ઉમટી પડ્યા હતા. કોઈની આંખોમાં આંસુ હતાં તો કોઈના હૃદયમાં વર્ષોની સેવા અને સ્નેહની યાદો હતી. ભારે હૈયે સૌએ પોતાની પ્રિય સેવામૂર્તિને અંતિમ વિદાય આપી હતી.

ત્યારબાદ ધાર્મિક વિધિ અનુસાર તેમને સમાધિ આપવામાં આવી હતી. બે બહેનોએ નાનકડી ગૌશાળાથી શરૂ કરી જીવદયાની ક્રાંતિ, હજારો અબોલ જીવોને મળ્યો જીવનનો આધાર સાધ્વી શ્રી શારદાબેન અને તેમની બહેન સાધ્વી શ્રી રમાબેનની જીવદયાની સફર માત્ર એક ગૌશાળાની સ્થાપના પૂરતી મર્યાદિત નહોતી. બંને બહેનોએ એક નાનકડી ગૌશાળાથી શરૂ કરેલી સેવા ધીમે ધીમે વિશાળ જીવદયા અભિયાનમાં પરિવર્તિત થઈ હતી. ભેંસાણા ગામે ઊભું થયેલું આ સેવાકેન્દ્ર હજારો ગૌમાતાઓ સહિત અનેક અબોલ પશુ-પક્ષીઓ માટે આશ્રયસ્થાન

બન્યું હતું. જ્યાં નિરાધાર જીવોને આશરો મળતો, જ્યાં અબોલ જીવોની વેદનાને પોતાની વેદના સમજી તેમની સંભાળ લેવામાં આવતી અને જ્યાં નિઃસ્વાર્થ સેવાને જ સૌથી મોટો ધર્મ માનવામાં આવતો હતો. આ બંને બહેનોએ સાબિત કર્યું હતું કે સેવા કરવા માટે સંપત્તિ કરતાં સંવેદનશીલ હૃદય વધુ જરૂરી છે. પોતાના જીવનનો અમૂલ્ય સમય અને શક્તિ અબોલ જીવોની સેવામાં સમર્પિત કરીને તેમણે સમાજ સમક્ષ જીવદયા અને કરુણાનું જીવંત ઉદાહરણ પૂરું પાડયું હતું.

આજે સાધ્વી શ્રી શારદાબેનની વિદાયથી ભેંસાણા ગૌશાળાના એક સેવાભાવી અધ્યાયને પૂર્ણવિરામ મળ્યું છે, પરંતુ તેમણે પ્રજવલિત કરેલી જીવદયાની જયોત ક્યારેય ઓલવાશે નહીં. હજારો ગૌમાતાઓની સેવા પાછળ રહેલો તેમનો ત્યાગ, સમર્પણ અને કરુણાભર્યો જીવનસંદેશ સમાજ માટે હંમેશાં પ્રેરણારૂપ રહેશે. આજે તેમની વિદાયે માત્ર એક વ્યક્તિને નહીં, પરંતુ જીવદયાના એક મજબૂત આધારસ્તંભને ગુમાવ્યો છે. જે જીવન અબોલ જીવોના શ્વાસ બચાવવામાં વીત્યું, તે જીવન ક્યારેય વ્યર્થ જતું નથી. સાધ્વી શ્રી શારદાબેન ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ ભેંસાણા ગૌશાળાની દરેક ગૌમાતાની સેવા અને તેમના દ્વારા પ્રગટાવેલી જીવદયાની ભાવનામાં તેમનું નામ હંમેશાં જીવંત રહેશે.

બહેનના વિયોગ બાદ અબોલ વાનરે પણ અન્ન-જળ ત્યાગ કરતા સમગ્ર ગુજરાતને ભાવુક ઘટના

થોડાં વર્ષો અગાઉ સાધ્વી શ્રી રમાબેનનું અવસાન થયું હતું. તેમના વિયોગમાં ગૌશાળામાં રહેતા તેમના પાલતુ વાનરે પણ અન્ન-જળનો ત્યાગ કર્યો હોવાની અને થોડા જ દિવસોમાં તેનું પણ મૃત્યુ થયાની હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી હતી. એક તરફ બંને બહેનોની અબોલ જીવો પ્રત્યેની આત્મીયતા અને બીજી તરફ વાનરનો ભાવુક સંબંધ લોકોના હૃદયને સ્પર્શી ગયો હતો. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું હતું કે નિ:સ્વાર્થ પ્રેમ અને લાગણીની કોઈ ભાષા હોતી નથી.
📲Get App