🔥 TRENDING ఆదిలాబాద్ రిమ్స్ లో నవజాత శిశువు మృతి फारबिसगंज विधानसभा क्षेत्र के डाक हरिप... ఎమ్ఎల్ఎయే ఆరిమిల్లి రాధాకృష్ణ వరద ముంప... बैतूल के गुरुवा पिपरिया गांव में किसान... ఎమ్ఎల్ఎయే ఆరిమిల్లి రాధాకృష్ణ వరద ముంప... 10 Years After Demonetisation: Cash Us...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કાર્તેશ્વર મહાદેવ મંદિરે વિશ્વ હિન્દુ પરિષદની પ્રખંડ બેઠક યોજાઈ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 08 Nov 2026, 11:10 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગરુડેશ્વર પ્રખંડની બેઠક કાર્તેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવી હતી. જેમાં સંગઠનના આગામી કાર્યક્રમોના આયોજન, પ્રખંડ સમિતિની રચના પૂર્ણ કરવા તેમજ કાર્યકર્તાઓને નવી જવાબદારીઓ સોંપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં વિભાગ ધર્મપ્રસાર પ્રમુખ અજીતસિંહ રાઠોડ, જિલ્લા ઉપાધ્યક્ષ પ્રકાશભાઈ પટેલ, જિલ્લા મંત્રી જયદીપસિંહ ચાવડા, જિલ્લા કોષાધ્યક્ષ વિજયસિંહ ચૌહાણ, જિલ્લા સત્સંગ પ્રમુખ મીરાભાઈ વસાવા અને જિલ્લા મંદિર તેમજ અર્ચક-પુરોહિત પ્રમુખ પરેશભાઈ પંડ્યા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન ગરુડેશ્વર પ્રખંડની સમિતિની રચના પૂર્ણ કરવામાં આવી હતી અને સંગઠનના કાર્યને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. સાથે જ આગામી સમયમાં યોજાનાર હિતચિંતક અભિયાન અંગે વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં વધુમાં વધુ હિન્દુ સમાજના લોકો જોડાય અને સંગઠનની પ્રવૃત્તિઓમાં સહભાગી બને તે માટે કાર્યયોજના તૈયાર કરવામાં આવી હતી.

આ ઉપરાંત સંગઠનના વિસ્તરણ, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓને વેગ આપવા તેમજ આગામી કાર્યક્રમોનું સુચારુ આયોજન કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સંગઠનની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાની સાથે આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે સહયોગ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બેઠકમાં સંગઠનાત્મક એકતા અને કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
📲Get App