🔥 TRENDING अररिया में दीपावली‑छठ महापर्व के दौरान... 82-Year-Old Woman's Gold Earrings Snat... Assam’s Cane Craft Adorns Ramayana Arm... Assam Farmer Builds 1,500‑Member Colle... Assam Governor and CM Extend Greetings... Jharkhand Governor Santosh Gangwar Lig...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હઠીલા હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિત્તે ભવ્ય મહાઆરતી યોજાઈ

✍️ Reporter: Anil Vaghela 🗓 08 Nov 2026, 10:52 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હઠીલા હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિત્તે ભવ્ય મહાઆરતી યોજાઈ
કાળી ચૌદશના પવિત્ર પર્વ નિમિત્તે હઠીલા હનુમાનજી મંદિર ખાતે ભક્તિમય માહોલમાં ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પવિત્ર પ્રસંગે મંદિરને સુંદર રોશની અને શણગારથી સજાવવામાં આવ્યું હતું. મહાઆરતી દરમિયાન હનુમાનજી દાદાના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ભક્તિભાવપૂર્વક આરતીમાં ભાગ લઈ હનુમાનજી મહારાજનાં દર્શન અને પૂજનનો લાભ લીધો હતો.
આરતીના પાવન દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આરતીના સમયે ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. દીવાઓના પ્રકાશ અને આરતીના ગુંજતા સ્વરોથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું.
કાળી ચૌદશના આ પાવન અવસરે ભક્તોએ હનુમાનજી મહારાજના ચરણોમાં શીશ નમાવી પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
જય હનુમાન દાદા 🙏🚩
જય શ્રી રામ 🚩
📲Get App