Local
હિંમતનગર, પાણપુર પાટિયા વિસ્તારમાં ચિકનની દુકાનમાંથી ઝેરી કોબ્રા નીકળ્યો, લોકોમાં ભય..
હિંમતનગરના પાણપુર પાટિયા નજીકની ચિકનની દુકાનમાંથી અચાનક ઝેરી કોબ્રા નીકળતા, વેપારીઓ અને રહેવાસીઓમાં તાત્કાલિક પેનિક સર્જાઈ, સ્નેક કેચરે સાપને સુરક્ષિત રીતે પકડ્યો..
સાબરકાંઠાના-:
હિંમતનગરના પાણપુર પાટિયા વિસ્તારમાં, મહિલા કોલેજ પાસેના ભરચક વિસ્તારમાં આવેલી ચિકનની દુકાનમાંથી અચાનક અત્યંત ઝેરી કોબ્રા (નાગ) સાપ નીકળ્યો.સાપની હાજરીને કારણે આસપાસના વેપારીઓ અને માર્ગિકોમાં તાત્કાલિક ભય અને ગભરાટ ફેલાઈ ગયો.ઘટનાની જાણ સાથે જ લોકોનું ટોળું દુકાનની બાજુમાં ઉમટી પડ્યું અને સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો,જેના કારણે વિસ્તરમાં વધુ ચિંતા વધારી..
સ્થાનિકો દ્વારા તાત્કાલિક સ્નેક કેચર (સાપ પકડનાર નિષ્ણાત)ને બોલાવવામાં આવ્યો.કેચરે ભારે જહમત બાદ કોબ્રા સાપને પકડ્યો અને તેને સુરક્ષિત રીતે કેદ કરીને, પછી કુદરતી આવાસમાં મુક્ત કર્યો.સાપ પકડાઈ જતાં સ્થાનિકો રાહતનો શ્વાસ લીધો,પરંતુ આવા ઝેરી સાપનું આ વિસ્તારમા અચાનક પ્રગટ થવું ક્યાંથી આવ્યું એ બાબત હાલ ચર્ચાનો વિષય બની છે.