🔥 TRENDING Letter Calls for Freeze on Mekedatu Re... Woman Loses ₹9.5 Lakh After Depositing... Karnataka CM Shivakumar, Daughter Aish... Rajasthan NEET Special Stray Round: 15... Former BJP MLA Jaswant Yadav Passes Aw... મહુવા તાલુકાના આંગલધરા ગામમાં 6.50 કરો...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત મહાનગરપાલિકા સંકલન બેઠકમાં ધારાસભ્યોની ગેરહાજરી, ત્રણ સભ્યોએ ઉઠાવેલા પ્રશ્નો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 Nov 2026, 01:51 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી સંકલન બેઠકમાં ધારાસભ્યોની ગેરહાજરીમાં, માત્ર ત્રણ સભ્યો હાજર રહ્યા અને તેમણે પોતાના મતવિસ્તારના પ્રશ્નો ઉઠાવ્યા.

સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના પ્રશ્નોના નિવારણ અને વિકાસકાર્યોની સમીક્ષા કરવા માટે સમયાંતરે સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. આજે મળેલી સંકલન બેઠકમાં શહેરી વિકાસના વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.

તેમ છતાં, આ બેઠકનું સૌથી મોટું આકર્ષણ એ રહ્યું હતું કે, સુરત શહેરમાં કુલ દસ ધારાસભ્યો હોવા છતાં, દિવાળીના તહેવારોના પર્વ નિમિત્તે મોટાભાગના ધારાસભ્યો 'દિવાળી મોડ'માં જોવા મળ્યા હતા અને માત્ર ત્રણ જ ધારાસભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહી શક્યા હતા.

તહેવારોની મોસમને કારણે મોટાભાગના જનપ્રતિનિધિઓ ગેરહાજર રહ્યા હોવા છતાં, હાજર રહેલા ત્રણેય ધારાસભ્યોએ પોતપોતાના મતવિસ્તારના પડતર અને સળગતા પ્રશ્નોને પાલિકા તંત્ર સમક્ષ ઉઠાવીને અધિકારીઓને ઘેરવાના પૂરા પ્રયાસ કર્યા હતા અને લોકપ્રશ્નોને વાચા આપી હતી.
📲Get App