🔥 TRENDING Youth Killed in Jhansi as Gravel‑Loade... नीड२४ मध्ये नितिन एकनाथ हरड यांची अधिक... MP Board Releases 2027 Dummy Admit Car... DRI Seizes Rs 5.32 Crore Worth of Amph... नलखेड़ा का प्रसिद्ध मां बगलामुखी मंदिर बहराइच में सम्पूर्ण समाधान दिवस: DM और...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેરવા ગામે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા દિવાળી પર્વે ગરીબ નિરાધાર અને નિસહાય પરિવારોને ઘરે-ઘરે જઈને મીઠાઈનું વિતરણ કરાયું

✍️ Reporter: Ranjitsinh Thakor mahesana 🗓 07 Nov 2026, 02:17 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેરવા ગામે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા દિવાળી પર્વે ગરીબ નિરાધાર અને નિસહાય પરિવારોને ઘરે-ઘરે જઈને મીઠાઈનું વિતરણ કરાયું

તહેવારોની ખરી ખુશી ત્યારે જ વહેંચાય છે જ્યારે સમાજના દરેક વર્ગના લોકો તે આનંદમાં સામેલ થઈ શકે. આ જ ઉદાહરણ પૂરું પાડતા મહેસાણા તાલુકાના ખેરવા ગામમાં 'જાયન્ટ્સ ગ્રુપ' દ્વારા દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે એક પ્રેરણાદાયી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. ગ્રુપ દ્વારા ગામના જરૂરિયાતમંદ ગરીબ નિસહાય નિરાધાર પરિવારોના ઘરે-ઘરે જઈને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેઓ પણ ઉત્સાહ અને ઉમંગભેર દિવાળીનો તહેવાર ઉજવી શકે.સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં મોંઘવારી કે આર્થિક મુશ્કેલીઓને કારણે કેટલાક પરિવારો માટે મીઠાઈ કે ઉત્સવ ઉજવવો મુશ્કેલ બનતો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ખેરવા જાયન્ટ્સ ગ્રુપના હોદ્દેદારો અને સભ્યોએ એક સુંદર પહેલ હાથ ધરી હતી. તેઓએ કોઈ ભીડભાડ કે વિતરણ સમારોહ રાખવાને બદલે સંવેદનશીલતા દાખવીને દરેક ગરીબ નિસહાય અને નિરાધાર પરિવારના ઘરે-ઘરે રૂબરૂ જઈને મીઠાઈના ડબ્બા અર્પણ કર્યા હતા.જાયન્ટ્સ ગ્રુપના સભ્યો જ્યારે અચાનક ગરીબ પરિવારોના ઘરે મીઠાઈ લઈને પહોંચ્યા, ત્યારે પરિવારોના ચહેરા પર ખુશી અને આશ્ચર્ય જોવા મળ્યા હતા. દિવાળીના આ પર્વ પર પોતાના ઘરે મીઠાઈ મળવાથી વંચિત અને જરૂરિયાતમંદ પરિવારોની દિવાળી સુધરી ગઈ હતી. ગ્રામજનોએ જાયન્ટ્સ ગ્રુપની આ ઉદાહરણરૂપ માનવતાવાદી કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને ગ્રુપના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
​આ આયોજન દ્વારા જાયન્ટ્સ ગ્રુપે સાબિત કર્યું કે સાચી દીવાળી તો બીજાના જીવનમાં દીવા પ્રગટાવવાથી અને ખુશીઓ વહેંચવાથી જ ઉજવાય છે.
📲Get App