🔥 TRENDING ଫେବୃଆରୀ ୧୬ରୁ ସିବିଏସଇ ଦଶମ ଓ ଦ୍ୱାଦଶ ପରୀକ... Govt Grants Two-Day Special Casual Lea... Gold price in Chennai jumps Rs 160 on... સુરતમાં કહેર પર્વત પાટિયા વિસ્તારમાં બ... କଣ୍ଟାମାଳ ବିଡିଓ ନିଲମ୍ବିତ Congress Urges Abolition of Agnipath S...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરના પાનપુર પાટિયા વિસ્તારમાં એ.એસ.શાકભાજી દુકાનમાં ભીષણ આગ,માલ બળીને ખાખ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 07 Nov 2026, 01:00 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પાનપુર પાટિયા સ્થિત ઝેડ ક્રાઉન કોમ્પ્લેક્સની એ.એસ.શાકભાજી દુકાનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી, જેમાં દુકાનનો તમામ સામાન બળી ગયો; ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી, કોઈ જાનહાનિ ન હોવા છતાં વેપારીને મોટું આર્થિક નુકસાન થયું..

સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકાના પાનપુર પાટિયા વિસ્તારમાં ઝેડ ક્રાઉન કોમ્પ્લેક્સની ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત એ.એસ.શાકભાજી અને વેજિટેબલની દુકાનમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ લાગી,જેનાથી દુકાનનો તમામ માલ બળી ખાખ થઈ ગયો.આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવા માટે સઘન કામગીરી હાથ ધરી.112 પોલીસ ટીમ, હોમગાર્ડ ટીમ તેમજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો કાફલો પણ તાત્કાલિક દોડી આવ્યો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી..

સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની જાણ નથી,પરંતુ વેપારીને દુકાનના માલના નુકસાનને કારણે મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું.દુકાનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી નિર્ધારિત થયું નથી.પ્રાથમિક તપાસ મુજબ આગનું કારણ હજુ અકબંધ છે અને તપાસ ચાલુ છે.
📲Get App