🔥 ट्रेंडिंग એસ.ટી. નિગમના કર્મચારીઓની પાસે ફ્લેગ ઓ... एमआईए की हवेल्स फैक्ट्री में दूसरे दिन... આદિજાતિ વિસ્તારના ખેડૂતો માટે મુખ્યમંત... ખેડુત ઉપર મગર નો એટેક આદિજાતિ વિસ્તારના ખેડૂતો માટે મુખ્યમંત... गोंडपिपरी में किसानों का उग्र आंदोलन:...
06 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

બાબરા શહેરમાં ધનતેરસના પવિત્ર પર્વે માતાજીનો માંડવો અને બેઠક

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 06 नव. 2026, 04:04 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાબરા શહેરમાં વડલીવાળી મેલડીમાં 6 નવેમ્બર શુક્રવારે ધનતેરસના પવિત્ર પર્વને ઉજવવા માતાજીનો ભવ્ય માંડવો અને બેઠક યોજાશે.

બાબરા શહેરમાં વડલીવાળી મેલડીમાં આગામી 6 નવેમ્બર, શુક્રવારે ધનતેરસના પવિત્ર અને મંગલમય પર્વને ઉજવવા ભવ્ય માતાજીનો માંડવો અને બેઠકનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે મેલડીમાં ગુણગાન, ભક્તિ અને આરાધનાથી સમગ્ર વાતાવરણ માતાજીની ભક્તિનાં રંગે રંગાઈ જશે.

વડલીવાળી મેલડીમાંના પરમ ઉપાસક રાજુભાઈ જેઠવાના આયોજન હેઠળ હિતેશભાઈ રાવલદેવ અને વિજયભાઈ રાવલદેવ ડાક-ડમરુનાં નાદ સાથે ભક્તિભર્યા ગુણગાન ગાઈ ભક્તજનોને માતાજીની ભક્તિમાં લીન કરશે.

સાંજે 7 કલાકે મહાપ્રસાદ અને રાત્રે 9 કલાકે માતાજીના ભવ્ય માંડવાનું આયોજન છે. રાજુભાઈ જેઠવાએ તમામ ધર્મપ્રેમી જનતા, માતાજીના ભક્તો અને સેવકોને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
📲Get App