🔥 TRENDING Jailer 2 Sees 50% Drop in Box Office o... Pakistan Records Ninth Polio Case in K... Telangana Congress MLA Accuses Ministe... Telangana cuts Metro‑RTC combo pass fa... Odisha Approves 63 Industrial Projects... NGT Orders Odisha to File FIRs for All...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામમાં દિવાળીના તહેવારો દરમિયાન ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો પરેશાન

✍️ Reporter: Gilani Asikali 🗓 06 Nov 2026, 11:23 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરમા ભરવાડી દરવાજાથી ગોલવાડી દરવાજા સુધી રિક્ષાઓ અને વાહનોના આડેધડ પાર્કિંગથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે
વિરમગામ શહેરમાં દિવાળીના તહેવારોને લઈને બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે ભરવાડી દરવાજાથી ગોલવાડી દરવાજા વચ્ચેના માર્ગ પર રિક્ષાઓ તેમજ અન્ય વાહનોના આડેધડ પાર્કિંગને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. ખાસ કરીને તહેવારો દરમિયાન આ વિસ્તારમાં વાહનોની અવરજવર વધી જતાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની છે.
આ માર્ગ પર રિક્ષાચાલકો અને વાહનચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ કરવામાં આવતું હોવાથી રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત ટ્રાફિક જામના કારણે લોકોને લાંબા સમય સુધી અટવાઈ રહેવાની નોબત આવે છે.
દિવાળીના તહેવારોમાં બજારમાં ખરીદી કરવા આવતા નાગરિકો, વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓ ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે સંબંધિત ટ્રાફિક પોલીસ અને તંત્ર દ્વારા આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તથા આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App