🔥 TRENDING সেকেন্দ্রা থেকে গরু পাচার কাণ্ডে গ্রেপ... लखनऊ में CM‑YUVA योजना के तहत कारीगरों... बाग हॉट बाजार में थानाधिकारी संजय शर्म... National Lok Adalat Conducted in Moga,... Special Traffic Plan Around Delhi ISBT... Two dead, one injured as trailer strik...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગોવિંદભાઈ ચોયાને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય કિસાન સંઘના પ્રભારી તરીકે નિમણૂક

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 05 Nov 2026, 11:09 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગોવિંદભાઈ ચોયાને ગુજરાત પ્રદેશમાંથી પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય કિસાન સંઘના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી, જેના કારણે ખેડૂતોમાં ઉત્સાહની લહેર છવાઈ છે.

ગોવિંદભાઈ ચોયા, માંગરોળ-કેશોદ ક્ષેત્રના જાણીતા એડવોકેટ, ખેડૂત નેતા અને ગુજરાત આહીર સમાજના અગ્રણી,ને ભારતીય કિસાન સંઘ (BKS) દ્વારા પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ માટે પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

નાના બાળકથી લઈને વરિષ્ઠ લોકો સુધી તેમની પ્રત્યે હૃદયમાં ઊંડો સન્માન અને વિશ્વાસ છે. સતત કાર્યશીલ વ્યક્તિત્વ ધરાવતા ગોવિંદભાઈ ચોયાની આ નિમણૂકથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

સુદામા અને ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિમાં વિશેષ કામ કરવાની તક મળવી, ખેડૂતો માટે હર્ષ અને ગૌરવનું કારણ બની છે. આ નિમણૂક દ્વારા ક્ષેત્રમાં કૃષિ વિકાસ અને ખેડૂતોના હિતમાં નવા પગલાં અપેક્ષિત છે.
📲Get App