🔥 TRENDING Nikon ZR to Receive First Major Firmwa... Ranbir Kapoor Hints Daughter Raha May... Delhi receives 209 film shooting appli... Haryana Assembly Speaker Stresses Cons... Haryana Crime Falls 9.41%; DGP Orders... Haryana Lions Win Inaugural STCL Seaso...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

અમરેલી યાર્ડમાં દિવાળી પહેલા કપાસની બમ્પર આવક, ખેડૂતોમાં ખુશીનો માહોલ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 05 Nov 2026, 12:42 AM 👁 18
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસની અધધ આવક નોંધાઈ છે. ખેડૂતોને સારા ભાવ મળતા તેઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસની અધધ આવક નોંધાઈ છે. ખેડૂતો દિવાળી પહેલા રોકડ મેળવવા માટે પોતાના ખેતરમાંથી કપાસ લાવીને યાર્ડમાં વેચાણ માટે લાવી રહ્યા છે. જેના કારણે યાર્ડમાં કપાસના ઢગલા જોવા મળી રહ્યા છે.

સાવરકુંડલા APMC માં 12 હજાર મણ અને અમરેલી APMC માં 9 હજાર મણ કપાસની આવક નોંધાઈ છે. કપાસના ભાવ ₹1850 પ્રતિ મણ સુધી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓના મતે, હાલ સારા ભાવ મળી રહ્યા છે.

જોકે, આ વર્ષે કમોસમી વરસાદને કારણે કપાસના ઉત્પાદનમાં ઘટાડો થતાં ખેડૂતોની ચિંતા યથાવત છે. નોંધનીય છે કે, ગુજરાતમાં 3 નવેમ્બરે બાબરા APMC માં રાજ્યનો સૌથી વધુ ભાવ ₹1930 પ્રતિ મણ બોલાયો હતો.
📲Get App