🔥 TRENDING 🚨 उत्तर प्रदेश में चुनाव से पहले बड़ा... ગુજરાત સરકારે શિયાળબેટ ટાપુ પર મત્સ્ય... BAN vs WI 2nd Test: Where to Watch Liv... Yash's 'Ramayana' Shoots to 3D Heights... Ranbir Kapoor, Yash’s Ramayana Film to... Suriya's Upcoming Film Nets Substantia...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દિવાળીમાં સિંહોની સુરક્ષા માટે અમરેલી, ગીર, જૂનાગઢ અને ભાવનગરમાં વનતંત્રે રેડ એલર્ટ જાહેર

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 05 Nov 2026, 12:08 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વન વિભાગે દિવાળીના તહેવારમાં સિંહોની પજવણી અટકાવવા ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કર્યું.

દિવાળીના તહેવારમાં લોકોની અવરજવર વધતા સિંહોને ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ સતર્ક થયો છે.

વનતંત્ર દ્વારા ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં સત્તાવાર રીતે રેડ એલર્ટની ઘોષણા કરવામાં આવી છે.

આગામી 7 થી 15 નવેમ્બર સુધી ગીર પશ્ચિમ, ગીર પૂર્વ, શેત્રુંજી ડિવિઝન અને જૂનાગઢ નોર્મલ ડિવિઝનના વિસ્તારોમાં વિશેષ સુરક્ષા અભિયાન ચલાવવામાં આવશે.

મુખ્ય વ્યવસ્થાઓમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવું, ગીરના આસપાસના ગામોમાં લોકોને સિંહોની નજીક ન જવા સૂચના, ફટાકડા અને લાઉડ સ્પીકરથી દૂર રહેવા અપીલ, દરેક રેન્જમાં વધારાના સ્ટાફની તૈનાતી – 5 નવેમ્બરથી જ સ્ટાફ ડ્યુટી પર લાગી ગયો છે. વન અધિકારીઓનું કહેવું છે કે દિવાળીમાં પ્રવાસીઓ ગીરમાં વધુ આવે છે, ત્યારે સિંહોની કુદરતી હિલચાલમાં વિક્ષેપ ન પડે તે જરૂરી છે.
📲Get App