Local
વેરાવળ (સોમનાથ) માં 'કર્તવ્ય એક વિચારધારા' ગ્રુપ દ્વારા રાત્રી સફાઈ પ્રહેરી અને પોલીસ અધિકારીઓને સન્માન
ગૃપ 'કર્તવ્ય એક વિચારધારા' એ વેરાવળ શહેરમાં રાત્રી સફાઈ પ્રહેરી અને પોલીસ અધિકારીઓને ફૂલો, સાલ અને દિવાળી ગિફ્ટ સાથે સન્માનિત કર્યા.
આ દિવસે 'કર્તવ્ય એક વિચારધારા' ગ્રુપ દ્વારા વેરાવળ (સોમનાથ) ના રાત્રી સફાઈ પ્રહેરી અને પોલીસ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા. સન્માન સમારોહ વેરાવળ શહેરના સટાૃબજારમાં યોજાયો અને પ્રજાજનોની સુરક્ષા માટેના પ્રહેરી પોલીસ અધિકારીઓને પણ પુષ્પવૃષ્ટી અને સાલ ઓઢાડવામાં આવી.
સન્માનમાં પ્રહેરીઓને ફૂલો અને સાલ ઓઢાડવામાં આવ્યા અને 40 જેટલા પ્રહેરીઓને ડ્રાઈફુડ ચોકલેટ બોક્સ દિવાળી ગિફ્ટ આપવામાં આવી. આ ભેટો દ્વારા પ્રેરણા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી.
સન્માન સાથે વેરાવળ-સોમનાથને સ્વચ્છ રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંદેશ આપવામાં આવ્યો, જેથી શહેરની સ્વચ્છતા અને સુરક્ષામાં વધારો થાય.
વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા પ્રમુખ શ્રી નરેશકુમાર ગોહેલ, ઉપપ્રમુખ શ્રી હેમીબેન, કારોબારી સભ્ય શ્રી ઉદયભાઈ શાહ, પોલીસ અધિકારી ગઢવી સાહેબ (PI), શ્રી પટેલ સાહેબ અને સફાઈ કામદારોને આ પોઝિટિવ એક્ટિવિટીમાં સહકાર આપવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
માહિતિ સમાજ સેવક દીપકભાઈ સિંધવડ વેરાવળ