ગૌ કૃપા પ્રાકૃતિક ફાર્મ, કુકસવાડા ખાતે ૩૦ ખેડૂતોને રવિ ઋતુ પાક નિદર્શન અને પ્રાકૃતિક કૃષિ તાલીમ હેઠળ શિયાળુ પાકના દેશી બિયારણની કીટનું વિતરણ

કુકસવાડા, તા. ૦૩-૧૧-૨૦૨૬
ગુજરાતની સૌપ્રથમ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU), હાલોલ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે આજે ગૌ કૃપા પ્રાકૃતિક ફાર્મ, કુકસવાડા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા કુલ ૩૦ ખેડૂતોને શિયાળુ પાક માટે દેશી બિયારણની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કીટનું વિતરણ GNFSU હાલોલના ખેતી અધિકારીશ્રી કેવિન ઢેઢી તથા શ્રી પ્રિન્સ પાંડવના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દેશી બિયારણનું જતન, સંવર્ધન અને પ્રાકૃતિક ખેતીમાં તેનો મહત્તમ ઉપયોગ થાય તે અંગે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દેશી બિયારણ આધારિત ખેતી દ્વારા જમીનની ફળદ્રુપતા જાળવવા, ખેતી ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે આવા પ્રયાસો ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
GNFSU હાલોલ દ્વારા સંચાલિત પ્રોજેક્ટ અંતર્ગત ગૌ કૃપા પ્રાકૃતિક ફાર્મ, કુકસવાડા ખાતે દર મહિને ૩૦-૩૦ ખેડૂતોની બે અલગ-અલગ બેચમાં તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનાં વિવિધ આયામો અંગે સૈદ્ધાંતિક જ્ઞાનની સાથે ખેતર પર પ્રત્યક્ષ નિદર્શન અને પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવે છે, જેથી ખેડૂતો જાતે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અપનાવી શકે.
GNFSU હાલોલ દ્વારા ખેડૂતોને દેશી બિયારણની કીટ પૂરી પાડવાના આ ઉમદા પ્રયાસ બદલ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. સી. કે. ટીંબડિયા સાહેબ, ગુર્જર સાહેબ તેમજ યુનિવર્સિટીના તમામ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પ્રાકૃતિક ખેતી અપનાવો – દેશી બિયારણ બચાવો – ધરતી માતાનું જતન કરો.
મોહનભાઈ પંડિત
ગૌ કૃપા પ્રાકૃતિક ફાર્મ, કુકસવાડા
તા. માળીયા હાટીના, જી. જૂનાગઢ