🔥 TRENDING दीपावली पर सभी व्यवस्थाएं रहें चाक-चौब... नशामुक्त समाज के निर्माण की पहल, कलेक्... ट्रक ने 3दोस्तों को रौदा, मौके पर ही म... पूर्व विधायक अंबा प्रसाद ने ब्लड कैंसर... നാട്ടിക NH 66-ൽ അന്യായ ടോൾ പിരിവിനെതിര... नई दिल्ली में सोलर नीति और स्वच्छ ऊर्ज...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષી સભ્યને લાફો મારવાની ધમકીનો આક્ષેપ!

✍️ Reporter: Atul Thakor 🗓 04 Nov 2026, 07:48 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષી સભ્યને લાફો મારવાની ધમકીનો આક્ષેપ!

જયા ઠાકોરની પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત, કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

રાધનપુર નગરપાલિકાની 29 ઓક્ટોબર 2026ના રોજ યોજાયેલી સામાન્ય સભામાં જનહિતના પ્રશ્નો ઉઠાવવા બદલ ભાજપના વોર્ડ નં. 4નાં સભ્ય મુક્તાબેન શાંતિલાલ પટેલે વિપક્ષી સભ્ય જયા બેન ઠાકોરને લાફો મારવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.

જયા ઠાકોરે પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરીને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

તેમના આક્ષેપ મુજબ, નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયા, વિકાસનાં કામો અને ઠરાવોની માહિતી દોઢ વર્ષથી માંગવા છતાં આપવામાં આવતી નથી. સામાન્ય સભામાં આ મુદ્દાઓ ઉઠાવતાં કથિત ધમકી આપવામાં આવી હોવાનો તેમનો દાવો છે.

સામાન્ય સભાના CCTV ફૂટેજ અને વીડિયો રેકોર્ડિંગના આધારે તપાસ કરવાની માંગ

હાજર હોદ્દેદારો અને સભ્યોનાં નિવેદનો લેવાની રજૂઆત

જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી અને સુરક્ષાની માંગ

કાર્યવાહી નહીં થાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી

જયા ઠાકોરે ધમકીના ઓડિયો-વિડિયો પુરાવા હોવાનો દાવો કરીને જરૂર પડ્યે રજૂ કરવાની તૈયારી દર્શાવી છે. રજૂઆતની નકલ ગૃહમંત્રી, પોલીસ મહાનિર્દેશક, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અને નગરપાલિકાના ચીફ ઓફિસરને મોકલવામાં આવી છે.

જનતાના પ્રશ્નો ઉઠાવનાર ચૂંટાયેલા પ્રતિનિધિ સાથેના કથિત ધમકીભર્યા વર્તન મામલે હવે તંત્ર શું પગલાં ભરે છે?
📲Get App