🔥 TRENDING बड़ोरा मंडी का निरीक्षण कर कलेक्टर डॉ.... संगोली रायन्ना की मूर्ति का अनावरण Meghalaya CM Clarifies: NPP Not Wiping... IMD Reports 85% Rainfall Deficit in Me... Tripura Teachers Association Alarms Ov... Computer Teachers Intensify Tripura Ca...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વૌવા ગામની સીમમાં અબોલ પશુ ફસાતા, કરુણ મોત!

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 03 Nov 2026, 01:48 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વૌવા ગામની સીમમાં અબોલ પશુ ફસાતા, કરુણ મોત!

વન વિભાગની ટીમ હડતાળ પર હોવાનો દાવો, પશુચિકિત્સક પણ સમયસર ન પહોંચતા સેવાભાવી લોકોએ જાતે જ બચાવ કામગીરી હાથ ધરી.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામની સીમમાં અબોલ પશુઓ ફસાઈ જવાની ઘટનાઓ સામે આવી આ અંગે સેવાભાવી લોકોએ વન વિભાગની ટીમનો સંપર્ક કર્યો હતો, પરંતુ વન વિભાગની ટીમ હડતાળ પર હોવાના કારણે મદદ મળી ન હોવાનું સેવાભાવી લોકોએ જણાવ્યું હતું.

આ ઉપરાંત પશુઓની સારવાર માટે પશુચિકિત્સકનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ તાત્કાલિક હાજર ન થતાં સેવાભાવી લોકોએ પોતાની મહેનત અને હિંમતથી બચાવ કામગીરી હાથ ધરી ફસાયેલા અબોલ પશુઓને બહાર કાઢ્યાં હતાં.

જોકે, સમયસર સારવાર અને દવા ન મળવાને કારણે બે અબોલ પશુઓનાં કરુણ મોત નિપજ્યાં હતાં.

આ બચાવ કામગીરીમાં વૌવાના સેવાભાવી રણજીતસિંહ જાડેજા, બચુભાઈ આહિર તથા એમ.બી. નાગરાજ સહિતના લોકોએ માનવતા દાખવી સેવા કાર્ય કર્યું હતું.
📲Get App