Local
અમરેલીના ધારી તાલુકામાં કૂવામાંથી ઘોરખોદિયાનું રેસ્ક્યૂ, સાથે જોવા મળ્યો ઝેરી નાગ
Watch on:
▶️ YouTube
ગીગાસણ ગામના ખેતરના કૂવામાં પડેલા દુર્લભ વન્યજીવ ઘોરખોદિયાને વન વિભાગે સફળતાપૂર્વક બચાવ્યું છે. રેસ્ક્યૂ દરમિયાન કૂવામાં હાજર ઝેરી નાગને કારણે વનકર્મીઓએ સાવચેતીપૂર્વક કાર્યવાહી કરી હતી.
અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા ગીગાસણ ગામની સીમમાં એક ખેતરના કૂવામાંથી દુર્લભ વન્યજીવ ઘોરખોદિયા (હની બેજર)નું વન વિભાગ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, ગીગાસણ ગામની સીમમાં એક ખેડૂતના કૂવામાં કોઈ વન્ય પ્રાણી પડી ગયાની જાણ થતાં ગીર પૂર્વ વન વિભાગની દલખાણિયા રેન્જનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસ કરતાં કૂવામાં પડેલું પ્રાણી દુર્લભ ઘોરખોદિયું હોવાનું બહાર આવ્યું હતું.
આ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન વન વિભાગ સામે બેવડો પડકાર ઊભો થયો હતો. કૂવામાં ઘોરખોદિયાની સાથે એક અત્યંત ઝેરી નાગ પણ હાજર હતો. વધુમાં, ઘોરખોદિયાએ કૂવાની દીવાલમાં બખોલ બનાવી તેમાં આશ્રય લઈ લીધો હતો, જેથી તેને બહાર કાઢવા માટે વધુ સાવચેતી જરૂરી બની હતી.
પરિસ્થિતિને ધ્યાને લઈને વનકર્મીઓએ સાવચેતીપૂર્વક કૂવામાં પાંજરું લટકાવ્યું હતું. એક અનુભવી ટ્રેકરે પોતાના જીવના જોખમે કૂવામાં ઉતરી, લાકડી અને ગાળિયાની મદદથી ઘોરખોદિયાને બહાર કાઢી પાંજરામાં પૂરવામાં સફળતા મેળવી હતી.
રેસ્ક્યૂ બાદ પશુ ચિકિત્સક દ્વારા તપાસ કરતાં ઘોરખોદિયું સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાતાં તેને ગીર પૂર્વના સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યું હતું. દલખાણિયા રેન્જના સ્ટાફની આ સાહસિક કામગીરીની ગામલોકો અને વનપ્રેમીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.