🔥 TRENDING Ishan Kishan Overtakes SKY to Become I... Eden Park Record Signals Tough Challen... Ex-India captain rebukes Gautam Gambhi... Titusville releases treated water into... Cyclone Arnab and Murasu Loom Over Eas... Cyclone Arnab moves past Indian coast...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મોઢેરા રોડ પર મલ્ટી યુટિલિટી ઝોનનું લોકાર્પણ! મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોઢેરા રોડ પર તૈયાર કરવામાં આવેલા મલ્ટી યુટિલિટી ઝોનનું માનનીય મેયર શ્રીમતી સોનલબેન વિષ્ણુભાઈ ઓઝાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

✍️ Reporter: Palakbhai Patel 🗓 03 Nov 2026, 03:32 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોઢેરા રોડ પર મલ્ટી યુટિલિટી ઝોનનું લોકાર્પણ!

મોઢેરા રોડ પર મલ્ટી યુટિલિટી ઝોનનું લોકાર્પણ!

મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોઢેરા રોડ પર તૈયાર કરવામાં આવેલા મલ્ટી યુટિલિટી ઝોનનું માનનીય મેયર શ્રીમતી સોનલબેન વિષ્ણુભાઈ ઓઝાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે માનનીય ડેપ્યુટી મેયરશ્રી રમેશભાઈ રાજપૂત, ડેપ્યુટી કમિશનરશ્રી દર્શનસિંહ ચાવડા, શાસક પક્ષના નેતાશ્રી વિશાલસિંહ ઠાકોર, દંડકશ્રી અનિલભાઈ દેસાઈ, બાંધકામ શાખાના ચેરમેનશ્રી, કાઉન્સિલરશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઝોનમાં ફેરિયાઓ અને નાના વેપારીઓ માટે વેન્ડિંગ ઝોન, શ્રમિકો માટે લેબર ચોક તથા નાગરિકોની સુવિધા માટે સુલભ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સુવિધાઓનો હેતુ ફેરિયાઓ અને નાના વેપારીઓને વ્યવસ્થિત જગ્યા પૂરી પાડવાની સાથે શ્રમિકો તથા નાગરિકો માટે જરૂરી જાહેર સગવડો ઉપલબ્ધ કરાવવાનો છે. આ પહેલથી મોઢેરા રોડ પરની વ્યવસ્થા જાળવવામાં અને ટ્રાફિકની અવરજવર સુગમ બનાવવામાં પણ મદદરૂપ થશે.

સિટી રિપોર્ટર : પલક પટેલ

#MMCMahesana #Mahesana #MultiUtilityZone #VendingZone #ModheraRoad #LabourChowk #SulabhShauchalaya #UrbanDevelopment
📲Get App