🔥 TRENDING AI Experiment: 50 Bots Clash Over Cont... BJP Charts Strategy for Uttar Pradesh... Election Commission orders fresh audit... राधा मदन मोहन भोजन शाला के सहयोग से कर... विहिप ने करौली में हित चिंतक अभियान के... Himachal Pradesh Deploys 28 Cyber Comm...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આરોગ્ય ક્ષેત્રે પાટણ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ!

✍️ Reporter: Palakbhai Patel 🗓 03 Nov 2026, 02:50 AM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આરોગ્ય ક્ષેત્રે પાટણ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ!

આરોગ્ય ક્ષેત્રે પાટણ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ!

આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ્હસ્તે જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શેઠ શ્રી પોપટલાલ ભીખાચંદ પાટણ જનતા કેન્સર હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ હોસ્પિટલની શરૂઆતથી પાટણ સહિત ઉત્તર ગુજરાતના કેન્સરગ્રસ્ત દર્દીઓને ઘરઆંગણે જ સારવારની સુવિધા મળશે અને અનેક પરિવારોને મોટી રાહત મળશે.

‘સેવા એ જ પરમો ધર્મ’ના ભાવ સાથે સાકાર થયેલી આ સેવાકીય પહેલ બદલ તમામ ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ અને સહયોગીઓને હાર્દિક અભિનંદન.

આ કાર્યક્રમમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતજી, માનનીય સાંસદ શ્રી ભરતસિંહ ડાભીજી સહિત મહાનુભાવો, પદાધિકારીઓ અને ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે આ જનસેવાના કાર્યમાં યોગદાન આપવું મારા માટે ગૌરવની વાત છે.

સિટી રિપોર્ટર : પલક પટેલ

#Patan #JanSeva #Healthcare
📲Get App