Local
અનવરપુરા ગ્રામ પંચાયત ખાતે ટીબી મુક્ત અભિયાનમાં ૯ દર્દીઓને પોષણ કીટનું વિતરણ
Watch on:
▶️ YouTube
ઝાલોદ તાલુકાની અનવરપુરા ગ્રામ પંચાયતમાં ટીબી મુક્ત ગ્રામ પંચાયત અભિયાન હેઠળ ૯ સક્રિય ટીબી દર્દીઓને પોષણ કીટ વહેંચવામાં આવી અને GPDP અંતર્ગત આરોગ્યલક્ષી ભંડોળ ફાળવવાની ચર્ચા થઈ.
ઝાલોદ તાલુકાની અનવરપુરા ગ્રામ પંચાયત ખાતે ટીબી મુક્ત ગ્રામ પંચાયત અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ સરપંચ મગનભાઈ હરિસિંહભાઈ સંગાડા, તલાટી કમ મંત્રી પ્રવીણભાઈ બામણીયા, PHC મેડિકલ ઓફિસર ડૉ. તુષાર રખોલિયા, CHO પ્રફુલ મેરાવત, MPHW મનીષભાઈ પંચાલ, પિરામલ સ્વાસ્થ્યના જિલ્લા લીડ પરેશ ઓડ, નિલેશ ભટ્ટ અને ગ્રામ પંચાયતના સભ્યો, ટીબી ચેમ્પિયન તથા ટીબીના દર્દીઓ ઉપસ્થિત રહ્યા.
બેઠકમાં પિરામલ સ્વાસ્થ્યના જિલ્લા લીડ પરેશ ઓડ દ્વારા ટીબી રોગના લક્ષણો, સારવાર અને ટીબી મુક્ત ગ્રામ પંચાયત અભિયાન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી. મેડિકલ ઓફિસર ડૉ. તુષાર રખોલિયા દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ અંગે માર્ગદર્શન અને ટીબી ચેમ્પિયન દ્વારા સમુદાયની ભાગીદારીનું મહત્વ સમજાવવામાં આવ્યું. નવા ટીબી દર્દીઓને સમયસર ઓળખી નજીકના આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવા અને MPHW સાથે સહયોગ જાળવવા ભાર મૂકવામાં આવ્યો.
ગ્રામ પંચાયત, આરોગ્ય વિભાગ અને પિરામલ સ્વાસ્થ્ય વચ્ચે સંકલન મજબૂત બનાવવા માટે GPDP (ગ્રામ પંચાયત વિકાસ યોજના) અંતર્ગત આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ માટે ભંડોળ ફાળવવાની ચર્ચા થઈ. તલાટી કમ મંત્રીશ્રીએ જણાવ્યું કે ગ્રામ પંચાયતના બજેટમાંથી દર વર્ષે ૫ ટકા આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ માટે ફાળવવામાં આવે છે અને આ ભંડોળ ઇ-સ્વરાજ પોર્ટલ મારફતે આરોગ્યલક્ષી કામગીરી માટે વિનંતી કરવામાં આવી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત ૯ સક્રિય ટીબી દર્દીઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવા માટે પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું, જે તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો અને સારવાર દરમિયાન પોષણની જરૂરિયાત પૂરી કરવા માટે કરવામાં આવ્યું.