🔥 ट्रेंडिंग ट्रेंट अलेक्जेंडर-आरनॉल्ड 18 महीने बाद... रनजी ट्रॉफी में भारतीय ऑल‑राउंडर ने 9‑... रनजी ट्रॉफी में हार्श दुबे की 9 विकेट... ब्लैक क्लोवर सीजन 2 एपिसोड 6 की रिलीज़... शाह रुख़ ख़ान ने स्टार बनने के लिए ‘इं... केविन कॉस्टनर की ‘येलोस्टोन’ ने एक साल...
03 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહુવા પોલીસની પ્રશંસનીય કામગીરી: મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના લેન્ડ ગ્રેબિંગના ગુનામાં સવા વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી. મહુવા ડિવિઝન-નાસતા ફરતા સ્કોર્ડ જી.ભાવનગર

✍️ रिपोर्टर: Naqvi Mehdi Hasan 🗓 03 नव. 2026, 02:32 AM 👁 58
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી. અસારી સાહેબની નાસતા-ફરતા આરોપીઓને પકડવા ડિવિઝન વાઇઝ સ્કોર્ડ રચવાની સૂચના તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબના માર્ગદર્શન હેઠળ મહુવા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીમાબા ઝાલા સાહેબ દ્વારા ટીમની રચના કરી આરોપીઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા.

મહુવા:
ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મહુવા ડિવિઝન નાસતા ફરતા સ્કોર્ડ દ્વારા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં છેલ્લા સવા વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસની આ ત્વરિત અને બાહોશ કામગીરીથી સમગ્ર પંથકમાં પોલીસ પ્રશાસનની ભારે પ્રશંસા થઈ રહી છે.
ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી. અસારી સાહેબની નાસતા-ફરતા આરોપીઓને પકડવા ડિવિઝન વાઇઝ સ્કોર્ડ રચવાની સૂચના તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબના માર્ગદર્શન હેઠળ મહુવા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીમાબા ઝાલા સાહેબ દ્વારા ટીમની રચના કરી આરોપીઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા.
આ સૂચના અનુસાર, મહુવા ડિવિઝન નાસતા ફરતા સ્કોર્ડની ટીમે ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી સચોટ માહિતી મેળવી હતી. આ બાતમીના આધારે મહુવા બાયપાસ રોડ પર આવેલા બાલાજી જીનિંગ પાસેથી આરોપી મજીદભાઈ સુલેમાનભાઈ કલાણીયા (ઉં.વ. ૩૮, રહે. માલણ નદીના કાંઠે, મહુવા) ને તા. ૦૨/૧૧/૨૦૨૬ના રોજ ઝડપી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ-૪(૩), ૫(સી) મુજબ નોંધાયેલા ગુનામાં છેલ્લા સવા વર્ષથી પોલીસની પકડથી દૂર નાસતો ફરતો હતો.
કામગીરી કરનાર પોલીસ ટીમ:
આ પ્રશંસનીય કામગીરી નાયબ પોલીસ અધિક્ષક રીમાબા ઝાલાના માર્ગદર્શન હેઠળ અના.એ.એસ.આઈ. જે.આર. આહિર, પો.કોન્સ. બનેસંગભાઈ મોરી, પો.કોન્સ. કાળુભાઈ ચોપડા તથા ટેકનીકલ વિભાગ-ભાવનગરના પ્રજ્ઞેશભાઈ પંડ્યા દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
📲Get App