🔥 TRENDING हनुमान बेनीवाल की टिप्पणी जरूर जांच हो... राज्यसभा में नेता प्रतिपक्ष मल्लिकार्ज... সালার পুলিশের পরপর তিন সাফল্য, স্কুটি... कांकेर में बस्तर फाइटर के सिर्फ 125 पद... સુરતના સરથાણામાં મહિલા ચોર ગેંગનો ખેલ:... ਲੱਖੇ ਸਿਧਾਣੇ ਬਾਰੇ ਖਬਰ ਚੱਲ ਰਹੀ ਹੈ ਕਿ ਉਸ...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વાપીમાં રૂ. ૪૮.૨૨ કરોડના ખર્ચે બનેલી ૧૫૦ બેડની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરશે

✍️ Reporter: Makvana Chandravadan Bahadurblhai 🗓 02 Nov 2026, 07:59 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ૨ નવેમ્બરના રોજ વાપીની નવી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને વલસાડ જિલ્લામાં કુલ રૂ. ૪૪૧ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે.

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂ. ૪૮.૨૨ કરોડના ખર્ચે નવનિર્મિત વાપીની ૧૫૦ બેડની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ૨ નવેમ્બરના રોજ બપોરે ૧ કલાકે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

આ કાર્યક્રમમાં રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલ તેમજ આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબ શિક્ષણ, પ્રોટોકોલ રાજ્ય કક્ષાના મંત્રી પ્રફૂલભાઈ પાનસેરીયા ઉપસ્થિત રહેશે. વધુમાં, વાપી મહાનગર પાલિકાના મેયર દક્ષાબેન પટેલ અને વલસાડ-ડાંગના સાંસદ તેમજ લોકસભાના દંડક ધવલભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે.

ત્યારબાદ, બપોરે ૨ કલાકે વાપીના વીઆઈએ ખાતે કનુ દેસાઈ ઓડીટોરિયમમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લામાં કુલ રૂ. ૪૪૧ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈ અને નરેશભાઈ પટેલની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ તેમજ જિલ્લાના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
📲Get App